વિરાટ કોહલીએ ગૌતમ ગંભીરને કિસ કરી? જાણો વાયરલ વીડિયો પાછળનું સત્ય
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ આવતી કાલથી કાનપુરમાં રમાવાની છે. ભારતીય ક્રિકેટ ટીમે ચેન્નાઈ ટેસ્ટમાં 280 રનથી જીત મેળવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી મેચ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો ફરતો થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી ગૌતમ ગંભીરને કિસ કરતો બતાવવામાં આવ્યો છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે અનેક વખત ઉગ્ર બોલચાલ થઇ હતી. એવામાં આ વિડીયો વાયરલ થતા ચર્ચાનો માહોલ ગરમ થઇ ગયો છે. આ વિડીયો ટીમ ઇન્ડિયાના પ્રેક્ટીસ સેશન દરમિયાનનો જણાઈ રહ્યું છે.
તાપસ કરતા જાણવા મળ્યું કે, આ વિડિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવ્યો છે. આવી કોઈ ઘટના બની જ ન હતી. કેટલાક આ સામાજિક તત્વોએ AIનો દુરુપયોગ કરીને આ વાંધાજનક વિડીયો જનરેટ કર્યો છે.
નોંધનીય છે કે, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ભૂતકાળના ઝઘડા અને મતભેદોને બાજુ પર મૂકીને આગળ વધી ગયા છે. બંને હવે ભારતીય ક્રિકેટને વધુ ઊંચાઈએ લઈ જવાનું એક સમાન લક્ષ્ય ધરાવે છે. ગંભીર હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે.
તેઓ બંને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમ માટે ઘણા મેચ રમી ચુક્યા છે. બંને 2011 ICC ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સભ્યો હતાં.
IPL 2023 દરમિયાન કોહલી અને ગંભીર વચ્ચે તણાવ વધ્યો હત, પરંતુ હવે બંને વચ્ચે ફરી સુમેળભર્યા સંબંધો સ્થપાયા છે.