Vaishali won bronze medal in World Blitz Chess Championship

ભારતની વૈશાલી વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચૅમ્પિયનશિપનો બ્રૉન્ઝ મેડલ જીતી…

ન્યૂ યૉર્કઃ ચેસમાં ભારતીય ખેલાડીઓએ સુપર-પર્ફોર્મન્સથી સનસનાટી મચાવી દીધી છે અને સુપરસ્ટાર ખેલાડીઓમાં ડી. ગુકેશ (ક્લાસિકલ ચેસ) અને કૉનેરુ હમ્પી (રૅપિડ ચેસ) પછી હવે આર. વૈશાલીનો પણ સમાવેશ થયો છે. વૈશાલી વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીતી છે.

આ પણ વાંચો : 13 વર્ષના બિહારી ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનો વધુ એક વિક્રમ

વૈશાલીએ ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની ઝુ જિનેરને 2.5-1.5થી હરાવી હતી. જોકે સેમિ ફાઇનલમાં વૈશાલીનો ચીનની જ જુ વેન્જુન સામે 0.5-2.5 થી પરાજય થયો હતો.

આ સ્પર્ધામાં ચીની ખેલાડીઓનું પ્રભુત્વ હતું અને જુ વેન્જુન ફાઇનલમાં પોતાના જ દેશની લેઇ ટિન્ગજીને 3.5-2.5થી પરાજિત કરીને ટાઇટલ જીતી હતી.

પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન (ફિડે)ના ઉપ-પ્રમુખ વિશ્વનાથન આનંદે વૈશાલીને બ્રૉન્ઝ જીતવા બદલ અને આ સ્પર્ધામાં પડકારરૂપ પ્લેયર્સને લડત આપવા બદલ અભિનંદન આપ્યા હતા.

વૈશાલી દેશના જાણીતા ટીનેજ ચેસ ખેલાડી આર. પ્રજ્ઞાનાનંદની મોટી બહેન છે.

આનંદે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે `વૈશાલી જે રીતે ક્વૉલિફાય થઈ એને હું પાવર-પૅક્ડ પર્ફોર્મન્સ તરીકે ઓળખાવીશ. તેણે દેશને મોટું ગૌરવ અપાવ્યું છે. ભારતીય ચેસ માટે 2024ના વર્ષનો અસાધારણ અંત આવ્યો છે. હજી 2021માં આપણને (ભારતને) લાગતું હતું કે આપણને આવનારા વર્ષોમાં વધુ સારા ખેલાડીઓ મળશે. જુઓ, 2024માં આપણને વિશ્વ વિજેતા ખેલાડીઓ મળ્યા.

આ પણ વાંચો : ઉથપ્પાએ નવા વર્ષમાં નહીં જવું પડે જેલમાં, ન્યૂ યર પહેલાં ધરપકડ ટળી

ઓપન વર્ગમાં નોર્વેનો વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન અને રશિયાના ઇયાન નેપૉમ્નીઆચ્ચીએ સંયુક્ત વિજેતા બનતાં બ્લિટ્ઝ ટાઇટલ શૅર કર્યું હતું. પહેલી વાર આ સ્પર્ધામાં ટાઇટલ સંયુક્ત રીતે અપાયું છે.

સંબંધિત લેખો

Back to top button