વૈભવ સૂર્યવંશીનું તોફાન: દક્ષિણ આફ્રિકા સામે માત્ર 19 બોલમાં ફટકારી અડધી સદી, 10 સિક્સર ફટકારી…

નવી દિલ્હીઃ ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના સ્ટેન્ડ-ઇન કેપ્ટન અને યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ દક્ષિણ આફ્રિકા અંડર-19 ટીમ સામેની બીજી વનડે મેચમાં તોફાની ઇનિંગ રમી અને માત્ર 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
246 રનનો પીછો કરતા સૂર્યવંશીએ શાનદાર ઇનિંગ રમીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. ભારતની અંડર-19 ટીમ અને સાઉથ આફ્રિકા અંડર-19 ટીમ વચ્ચે બીજી વન-ડે મેચ રમાઈ હતી. બંન્ને ટીમો 5 જાન્યુઆરીના રોજ બેનોનીના વિલોમૂર પાર્ક ખાતે ટકરાઈ હતી.
આપણ વાચો: ચારેકોર વૈભવ સૂર્યવંશીની વાહ-વાહ: ટીમ ઇન્ડિયામાં એનો પ્રવેશ બહુ દૂર નથી
આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરી હતી. ટીમે પ્રથમ બેટિંગ કરતા 245 રન ફટકાર્યા હતા. રન ચેઝ શરૂ થતાં ભારતીય કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ આક્રમક બેટિંગ કરી હતી. આ યુવા ખેલાડીએ ભારત માટે ઇનિંગની શરૂઆત કરી હતી.
સૂર્યવંશીએ માત્ર 24 બોલમાં 68 રન ફટકાર્યા હતા જેમાં તેની ઇનિંગમાં 10 છગ્ગા અને એક ચોગ્ગો પણ ફટકાર્યો હતો. તેની ઝડપી શરૂઆતથી ભારતની અંડર-19 ટીમને રમતમાં સારી શરૂઆત મળી હતી. તેણે એરોન જ્યોર્જ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. જે 20 રન કરીને આઉટ થયો હતો.
આપણ વાચો: 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી દેશની શાન: રાષ્ટ્રપતિના હાથે મળ્યો એવોર્ડ, વડા પ્રધાન મોદીએ વખાણ કર્યા…
મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ટીમે જોરિચ વાન શાલ્કવિક અને અદનાન લાગડિયનના અનુક્રમે 10 અને 25 રન સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. કેપ્ટન મુહમ્મદ બુલબુલિયા પણ ફક્ત 14 રનમાં આઉટ થયો હતો.
જેસન રાઉલ્સે 113 બોલમાં 114 રન કર્યા હતા જ્યારે ડેનિયલ બોસમેને 63 બોલમાં 31 રન કર્યા હતા. ભારત તરફથી કિશન સિંહે ચાર વિકેટ લીધી હતી. આરએસ અંબરીશે બે વિકેટ ઝડપી હતી જ્યારે દીપેશ દેવેન્દ્રન, કનિષ્ક ચૌહાણ અને ખિલન પટેલે પણ એક-એક વિકેટ લીધી હતી.



