U-19 world cup: 14 વર્ષના વૈભવે ફરી વર્લ્ડ રેકોર્ડ તોડ્યા! ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે રમી તોફાની ઇનિંગ

હરારે: ભારતના 14 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ફરી એક વાર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે, ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ શાનદાર સદી ફટકારી છે, વૈભવે 80 બોલમાં 175 રનની ધુંઆધાર ઇનિંગ રમી, વૈભવે આજે ઘણા રેકોર્ડ બ્રેક કર્યા.
ઇંગ્લેન્ડ સામેની ફાઈનલ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન આયુષે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતની શરૂઆત ખરાબ રહી એરોન જ્યોર્જ માત્ર 9 રન બનાવીને આઉટ થયો, પરંતુ સામે છેડે વૈભવ સૂર્યવંશી ટકી રહી રહ્યો, તેને આયુષનો સાથ મળ્યો.
આપણ વાચો: ICC U-19 વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડ સામેની વૉર્મ-અપ મેચમાં ફ્લોપ રહ્યો સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશી
ધીમી શરૂઆત બાદ ગીયર બદલ્યો:
વૈભવની શરૂઆત ધીમી રહી, ત્યાર બાદ તેણે ગીયર બદલ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ 55 બોલમાં 8 છગ્ગા અને 8 ચોગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે વૈભવ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટર બન્યો છે.
સદી બાદ વૈભવની ફટકાબાજી ચાલુ રહી, તે માત્ર 71 બોલમાં 13 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી 150 રન સુધી પહોંચી, ગયો એવું લાગી રહ્યું હતું કે તે 200 રન પુરા કરશે. પરંતુ તે 80 બોલ પર 175 બનાવીને આઉટ થયો, જેમાં તેણે 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા.
અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલ સૌથી નાની ઉંમરે સદી:
વૈભવ સૂર્યવંશી હવે અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારનો રેકોર્ડ બનાવ્યો. વૈભવની ઉંમર હાલ 14 વર્ષ અને 316 દિવસ છે, તેનો જન્મ 2 માર્ચ, 2011માં થયો હતો.
નોધનીય છે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં સૈથી નાની ઉંમરે સદી ફટકારવાનો રેકોર્ડ પણ વૈભવના નામે છે.
અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલ સૌથી ઝડપી સદી:
વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. વૈભવ અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાની બાબતે વૈભવ બીજા ક્રમે આવી ગયો છે. ચાલુ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના વિલ માલાજચુકે જાપાન સામે 51 બોલમાં સદી ફટકારી હતી.
વૈભવ અંડર-19 વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો છે. આ પહેલા રાજ બાવાએ અંડર-19 વર્લ્ડ કપ 2022 માં ભારત માટે 69 બોલમાં સદી ફટકારી હતી.



