ઓલિમ્પિક ચેમ્પિયન ઉસેન બોલ્ટ આવશે ભારત, એક્ઝિબિશન ફૂટબોલ મેચ મુંબઈમાં રમશે

નવી દિલ્હીઃ મહાન દોડવીર ઉસેન બોલ્ટ પહેલી ઓક્ટોબરે એક એક્ઝિબિશન ફૂટબોલ મેચ માટે ભારતનો પ્રવાસ કરશે. મહાન ખેલાડીઓમાંના એક અને આઠ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર બોલ્ટ મહાન ફૂટબોલરો, બોલીવુડ સેલિબ્રિટીઝ અને અન્ય સેલિબ્રેટીઝ સાથે મેચ રમશે.
બોલ્ટ બેંગલુરુ એફસી અને મુંબઈ સિટી એફસી બંને માટે એક-એક હાફમાં રમશે. તે 30 સપ્ટેમ્બરથી શરૂ થનારા પ્યૂમાની બે દિવસીય ઉજવણીના ભાગરૂપે મુલાકાત લઈ રહ્યા છે.
આ પણ વાંચો: ક્રિસ ગેઇલે નિવૃત્ત રનર ઉસેન બોલ્ટને પડકારતા કહ્યું, ‘મારી સામે 100 મીટરની રેસ જીતી બતાવ’
પ્યૂમા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર કાર્તિક બાલાગોપાલને કહ્યું હતું કે, “અમારું માનવું છે કે રમતગમતમાં સમુદાયોને પ્રેરણા અને એક કરવાની શક્તિ છે. ફૂટબોલ ભારતીય યુવાનોમાં સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે અને અમે ઉસેન બોલ્ટને અહીં ફૂટબોલ રમવા માટે આમંત્રિત કરીને આ ઉજવણી કરવા માંગીએ છીએ.”
બોલ્ટ હંમેશા ફૂટબોલ પ્રત્યે ઉત્સાહી રહ્યો છે, ટ્રેકની બહાર પણ બાળપણમાં તે ઘણીવાર ફૂટબોલ રમતો હતો અને મેદાન પર તેની ગતિ અને કૌશલ્ય દર્શાવવાનું સ્વપ્ન જોતો હતો. એથ્લેટિક્સમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેણે આ રમતને ગંભીરતાથી લીધી અને તાલીમ મેળવી અને ટ્રાયલ અને પ્રદર્શની મેચ રમી અને ગોલ પણ કર્યા હતા.