સ્પોર્ટસ

આઇપીએલ-ઑક્શનમાં ન વેચાયેલા ખેલાડીઓની `અનલકી ઇલેવન’ પર એક નજર…

નવી દિલ્હીઃ આગામી માર્ચ મહિનામાં રમાનારી આઇપીએલ-2025 સીઝન પહેલાં ગયા રવિવાર-સોમવારે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી હરાજીમાં અનેક આશ્ચર્યો જોવા મળ્યા હતા, પરંતુ 10માંથી એક પણ ટીમના ફ્રૅન્ચાઇઝીએ જેમને ખરીદવામાં રસ ન બતાવ્યો એવા ખેલાડીઓની યાદી પણ કંઈ નાની નથી. અનસૉલ્ડ' કૅટેગરીમાં ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નરનું નામ સૌથી ઉપર છે. જોકે બીજા ઘણા નામ પણ ચોંકાવી દેનારા છે. ન વેચાયેલા ખેલાડીઓના નામ ચાર દિવસથી ચર્ચામાં જ છે, પરંતુ આ સ્ટોરીમાંઅનસૉલ્ડ ઇલેવન’ આપવામાં આવી છે જે ક્રિકેટપ્રેમીઓ માટે રસપ્રદ બની રહેશે.

આ પણ વાંચો: રિષભ, શ્રેયસ, બટલર અને અન્યોને કેમ આખી રકમ નહીં મળે?… તો કેટલા પૈસા મળશે?

એક સમય હતો જ્યારે ડેવિડ વૉર્નરના સુકાનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઇપીએલનું ટાઇટલ જીતી હતી. કેટલીક સીઝન એવી હતી જેમાં વૉર્નરના રન તમામ બૅટર્સમાં હાઈએસ્ટ હતા અને એક સમય એવો હતો જ્યારે વૉર્નરને પોતાની ટીમમાં સમાવવા ટીમો વચ્ચે હરીફાઈ થતી હતી.

જોકે હવે એવો સમય આવ્યો છે જેમાં વૉર્નરને મૂળ કિંમતમાં પણ ખરીદવા કોઈ તૈયાર નથી.
2016માં બેન્ગલૂરુમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે વિરાટ કોહલી, ક્રિસ ગેઇલ, એબી ડિવિલિયર્સ, શેન વૉટ્સન, કેએલ રાહુલ અને યુઝવેન્દ્ર ચહલ જેવા ખ્યાતનામ ખેલાડીઓની હાજરી વચ્ચે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુને ફાઇનલમાં આઠ રનથી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.

આ પણ વાંચો: અધધધ…આ બે ક્રિકેટર આઈપીએલ-ઑક્શનના ઇતિહાસમાં રેકોર્ડ-બ્રેક કુલ 50 કરોડ રૂપિયા કમાયા છે

આઇપીએલના મેગા ઑક્શન માટે કુલ 1,574 ખેલાડીઓએ અરજી કરી હતી, પરંતુ સત્તાધીશોએ હરાજીના થોડા દિવસ પહેલાં રાબેતામુજબની પધ્ધતિ મુજબ એ યાદી ટૂંકાવી નાખી હતી અને માત્ર 577 પ્લેયરને લિસ્ટમાં રાખ્યા હતા. કુલ 182 ખેલાડી પર બોલી બોલાઈ હતી અને તેમને ખરીદવામાં આવ્યા હતા. એમાં 120 ખેલાડી ભારતીય અને 62 વિદેશી હતા. 10 ટીમોએ કુલ મળીને 639.15 કરોડ રૂપિયાનો ખર્ચ ખેલાડીઓને ખરીદવા પાછળ કર્યો હતો.

જે નામાંકિત ખેલાડીઓને રવિવાર-સોમવારની હરાજીમાં એક પણ ટીમે મૂળ કિંમતે પણ નથી ખરીદ્યા તેમની યાદી (અનસૉલ્ડ ઇલેવન) અહીં આપવામાં આવી છે.

આ ટીમને આપણે અનલકી ઇલેવન' તરીકે પણ ઓળખી શકીશુંઃ

(1) ડેવિડ વૉર્નર, મૂળ કિંમતઃ બે કરોડ રૂપિયા

(2) પૃથ્વી શૉ, મૂળ કિંમતઃ 75 લાખ રૂપિયા

(3) કેન વિલિયમસન, મૂળ કિંમતઃ બે કરોડ રૂપિયા

(4) જૉની બેરસ્ટૉ, મૂળ કિંમતઃ બે કરોડ રૂપિયા

(5) સિકંદર રઝા, મૂળ કિંમત 1.25 કરોડ રૂપિયા

(6) સૂયશ પ્રભુદેસાઈ, મૂળ કિંમતઃ 30 લાખ રૂપિયા

(7) શાર્દુલ ઠાકુર, મૂળ કિંમતઃ બે કરોડ રૂપિયા

(8) મુરુગન અશ્વિન, મૂળ કિંમતઃ 30 લાખ રૂપિયા

(9) પીયૂષ ચાવલા, મૂળ કિંમતઃ 50 લાખ રૂપિયા

(10) ઉમેશ યાદવ, મૂળ કિંમતઃ બે કરોડ રૂપિયા અને

(11) ચેતન સાકરિયા, મૂળ કિંમતઃ 75 લાખ રૂપિયા

અનલકી ઇલેવન’ ઉપરાંત બીજા ઘણા અનુભવી અને આશાસ્પદ ખેલાડીઓ છે જેમને હરાજીમાં કોઈ પણ ટીમે નહોતા ખરીદ્યા. એમાં મુંબઈના સ્પિનર શમ્સ મુલાની તથા તનુષ કોટિયન, ગુજરાતના આક્રમક બૅટર ઉર્વિલ પટેલ (જેણે બે દિવસ પહેલાં 28 બૉલમાં સદી ફટકારીને રિષભ પંતનો ભારતીય વિક્રમ તોડ્યો), તેમ જ સૌરાષ્ટ્રના ભરોસાપાત્ર બૅટર હાર્વિક દેસાઈનો સમાવેશ છે. જોકે 577માંથી ન વેચાયેલા 395 ખેલાડીઓમાં આ ઉપરાંત પણ બીજા ઘણા ખેલાડીઓ સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button