સ્પોર્ટસ

ઉનડકટ અને જયંત યાદવની કાઉન્ટીમાં ધમાકેદાર એન્ટ્રી, ડેબ્યૂ મેચમાં ઝડપી પાંચ-પાંચ વિકેટ


લંડનઃ ભારતીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ અને સ્પિનર જયંત યાદવે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. બંન્નેએ ડેબ્યૂ મેચમાં પોતપોતાની ટીમ તરફથી પાંચ-પાંચ વિકેટ ઝડપી હતી. જયદેવ ઉનડકટ સસેક્સ અને જયંત યાદવ મિડિલસેક્સ તરફથી રમી રહ્યો છે.

ડાબોડી બોલર ઉનડકટે લેસ્ટરશાયર સામે બીજી ઇનિંગમાં 32.4 ઓવરમાં 94 રન આપીને છ વિકેટ ઝડપી હતી અને ટીમને 15 રનથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે મેચની પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટ પણ ઝડપી હતી. સસેક્સના કેપ્ટન અને અનુભવી ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ આ મેચની બંને ઇનિંગ્સમાં 26 અને 23 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે લેસ્ટરશાયરના ઓપનર ઋષિ પટેલનો શાનદાર કેચ પણ લીધો હતો. આ જીત સાથે ટીમની ડિવિઝન વન માટે ક્વોલિફાય થવાની આશા મજબૂત બની છે.

જયંતે માન્ચેસ્ટરમાં ડિવિઝન વન મેચમાં લેન્કેશાયર સામે 33 ઓવરમાં 131 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. મિડિલસેક્સ અને લેન્કેશાયર વચ્ચેની આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી કાઉન્ટી ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહેલા ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે મેચમાં પાંચ વિકેટ લીધી હતી. કેન્ટ તરફથી રમતા ચહલે ડિવિઝન વન મેચમાં નોટિંગહામશાયર સામે બે ઇનિંગ્સમાં 63 રનમાં ત્રણ અને 43 રનમાં બે વિકેટ ઝડપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button