ટ્રેન્ટ બોલ્ટે વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ
૫૦ વિકેટ ઝડપનાર ન્યૂઝિલેન્ડનો પ્રથમ બોલર બન્યો
બેંગલૂરુ: શ્રીલંકા સામેની મેચમાં ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે શાનદાર બોલિંગ કરી ઇતિહાસ રચી દીધો હતો. આ મેચમાં ટ્રેન્ટ બોલ્ટે પણ ખાસ રેકોર્ડ બનાવ્યો છે. બોલ્ટ વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં ૫૦ વિકેટ લેનારો છઠ્ઠો બોલર બની ગયો છે. આ સાથે જ તે પાંચમો ઝડપી બોલર બની ગયો છે. બોલ્ટ ન્યૂઝીલેન્ડનો પ્રથમ બોલર બન્યો છે જેણે વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લીધી હોય. આ સિવાય બોલ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૦૦ વિકેટ પણ પૂરી કરી લીધી છે. બોલ્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૦૦ વિકેટ પૂરી કરનાર ન્યૂઝીલેન્ડનો ત્રીજો બોલર બની ગયો છે. બોલ્ટ પહેલા આવું કારનામું ડેનિયલ વેટ્ટોરી અને ટીમ સાઉદી ન્યૂઝીલેન્ડ માટે ૬૦૦ વિકેટ ઝડપી ચૂક્યા છે. ટીમ સાઉદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં ૭૩૧ વિકેટ ઝડપી છે. ડેનિયલ વેટ્ટોરીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૦૫ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
ટ્રેન્ટ બોલ્ટ વર્લ્ડ કપમાં ૫૦ વિકેટ લેનારો વિશ્વનો માત્ર છઠ્ઠો બોલર બન્યો છે. તેમના પહેલા વસીમ અકરમ (૫૫), લસિથ મલિંગા (૫૬), મિશેલ સ્ટાર્ક (૫૯), મુથૈયા મુરલીધરન (૬૮), અને ગ્લેન મેકગ્રા (૭૧) પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ઉ