લેફ્ટ-આર્મ સ્પિનર્સમાં આ બાંગ્લાદેશી બોલરે તોડ્યો વર્લ્ડ રેકૉર્ડ
રાવલપિંડી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 1347 વિકેટ શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે, જ્યારે બીજા નંબરે ઑસ્ટ્રેલિયાનો સ્પિનર સદગત શેન વૉર્ન (1001) અને ત્રીજા સ્થાને ઇંગ્લૅન્ડનો પેસ બોલર જેમ્સ ઍન્ડરસન (991) છે.
જોકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર વિશ્ર્વના ટોચના 20 બોલર્સમાં ન્યૂ ઝીલૅન્ડનો ડેનિયલ વેટોરી 705 વિકેટ સાથે અત્યાર સુધી હાઇએસ્ટ વિકેટ-ટેકિંગ લેફ્ટ-આર્મ સ્પિનર હતો, પરંતુ બાંગ્લાદેશના શાકિબ-અલ-હસને (707) રવિવારે આ લિસ્ટને નવો વળાંક આપ્યો હતો. હવે શાકિબ સૌથી વધુ ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર ડાબોડી સ્પિનર બન્યો છે. તેણે વેટોરીનો નવ વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે.
વેટોરી 2015માં નિવૃત્ત થયો ત્યારે તેના નામે કુલ 705 વિકેટ હતી અને શનિવાર સુધી લેફ્ટ-આર્મ સ્પિનર્સમાં નંબર-વન રહ્યો હતો, પરંતુ હવે શાકિબે તેને બીજા સ્થાને ધકેલી દીધો છે. શાકિબના નામે કુલ 707 વિકેટ છે.
આ પણ વાંચો: રોહિત, ગિલ, શિવમ, વિરાટ, શ્રેયસ, રાહુલની વિકેટ લેનાર આ જાદુઈ સ્પિનર જેફ્રી વેન્ડરસે છે કોણ?
શાકિબે બાંગ્લાદેશને રાવલપિંડીમાં રવિવારે પાકિસ્તાન સામે ઐતિહાસિક ટેસ્ટ-વિજય અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. તેને પ્રથમ દાવમાં 100 રનમાં ફક્ત એક વિકેટ મળી હતી, પણ રવિવારે તેણે 44 રનમાં ત્રણ વિકેટ લઈને વેટોરીનો વિશ્ર્વ વિક્રમ પાર કરી લીધો હતો. શાકિબ મે, 2024માં 700 ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર વેટોરી પછીનો બીજો લેફ્ટ-આર્મ સ્પિનર બન્યો હતો, પણ હવે તેણે વેટોરીને ઓળંગી લીધો છે. બાંગ્લાદેશે પહેલી વખત પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવ્યું છે.
કોની કેટલી ઇન્ટરનૅશનલ વિકેટ?
મુરલીધરન (રાઇટ-આર્મ ઑફ સ્પિનર) | 1347 વિકેટ |
શેન વૉર્ન (રાઇટ-આર્મ લેગ સ્પિનર), | 1001 વિકેટ |
જેમ્સ ઍન્ડરસન (રાઇટ આર્મ ફાસ્ટ બોલર), | 991 વિકેટ |
અનિલ કુંબલે (રાઇટ-આર્મ લેગ સ્પિનર), | 956 વિકેટ |
ગ્લેન મૅકગ્રા (રાઇટ-આર્મ ફાસ્ટ બોલર), | 949 વિકેટ |
વસીમ અકરમ (લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર), | 916 વિકેટ |
સ્ટુઅર્ટ બ્રૉડ (રાઇટ-આર્મ ફાસ્ટ બોલર), | 847 વિકેટ |
શૉન પોલૉક (રાઇટ-આર્મ ફાસ્ટ બોલર), | 829 વિકેટ |
વકાર યુનિસ (રાઇટ-આર્મ ફાસ્ટ બોલર), | 789 વિકેટ |
ટિમ સાઉધી (રાઇટ-આર્મ ફાસ્ટ બોલર), | 765 વિકેટ |
ચામિન્ડા વાસ (લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર), | 761 વિકેટ |
કોર્ટની વૉલ્શ (રાઇટ-આર્મ ફાસ્ટ બોલર), | 746 વિકેટ |
આર. અશ્ર્વિન (રાઇટ-આર્મ ઑફ સ્પિનર), | 744 વિકેટ |
બ્રેટ લી (રાઇટ-આર્મ ફાસ્ટ બોલર), | 718 વિકેટ |
હરભજન સિંહ (રાઇટ-આર્મ ઑફ સ્પિનર), | 711 વિકેટ |
શાકિબ-અલ-હસન (લેફ્ટ-આર્મ સ્પિનર), | 707 વિકેટ |
ડેનિયલ વેટોરી (લેફ્ટ-આર્મ સ્પિનર), | 705 વિકેટ |
ડેલ સ્ટેન (રાઇટ-આર્મ ફાસ્ટ બોલર), | 699 વિકેટ |
કપિલ દેવ (રાઇટ-આર્મ ફાસ્ટ બોલર), | 687 વિકેટ |
મિચલ સ્ટાર્ક (લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર), | 673 વિકેટ |