સ્પોર્ટસ
શ્રેયસની ટીમમાં ત્રણ હાફ સેન્ચુરી બાદ સૅમસન 11મી સદીથી 11 ડગલાં દૂર
અનંતપુર: ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફીમાં ગુરુવારે નવા રાઉન્ડના પહેલા દિવસે ઇન્ડિયા-બી સામે ઇન્ડિયા-ડીએ પાંચ વિકેટે 306 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિક્કલ (50), શ્રીકાર ભરત (બાવન) અને રિકી ભુઈ (56)ની હાફ સેન્ચુરી બાદ વિકેટકીપર સંજુ સૅમસન 89 રને નૉટઆઉટ હતો અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 11મી સેન્ચુરીથી 11 રન દૂર હતો. તેની સાથે સારાંશ જૈન 26 રને રમી રહ્યો હતો.
ઇન્ડિયા-બી વતી રાહુલ ચાહરે ત્રણ વિકેટ લીધી હતી. અભિમન્યુ ઈશ્ર્વરનની ઇન્ડિયા-બી ટીમમાં સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરાયો છે અને તેના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે.
અનંતપુરના જ બીજા મેદાન પર ઇન્ડિયા-સી સામે ઇન્ડિયા-એ ટીમે સાત વિકેટે 224 રન બનાવ્યા હતા. શાશ્ર્વત રાવત 122 રને નૉટઆઉટ હતો. ઇન્ડિયા-સી વતી અંશુલ કંબોજે ત્રણ તેમ જ વિજયકુમાર વૈશાકે બે વિકેટ લીધી હતી.