સ્પોર્ટસ

ત્રણ હાફ સેન્ચુરીએ મુંબઈને 251 રનનો સ્કોર અપાવ્યો

સૌરાષ્ટ્રની પહેલા જ દિવસે મૅચ પર પકડ: બરોડાના બે બૅટરની સદી

થુમ્બા (તિરુવનંતપુરમ): રણજી ટ્રોફીની ચાર દિવસીય મૅચમાં શુક્રવારે પ્રથમ દિવસે કેરળ સામે મુંબઈએ પ્રથમ દાવમાં 251 રન બનાવ્યા હતા. તાજેતરની અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝના સુપરહીરો શિવમ દુબે (51 રન, 72 બૉલ, બે સિક્સર, ચાર ફોર) તેમ જ ભુપેન લાલવાણી (50 રન, 63 બૉલ, છ ફોર) અને તનુષ કોટિયન (56 રન, 105 બૉલ, છ ફોર)ની હાફ સેન્ચુરીએ ટીમની આબરૂ સાચવી હતી. કેરળના શ્રેયસ ગોપાલે ચાર તેમ જ બેસિલ થમ્પી અને જલજ સક્સેનાએ બે-બે વિકેટ લીધી હતી. કૅપ્ટન અજિંક્ય રહાણે સતત બીજી મૅચમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો.

નાગપુરમાં વિદર્ભ સામે સૌરાષ્ટ્રએ ઓપનર હાર્વિક દેસાઈ (68 રન, 95 બૉલ, દસ ફોર) તેમ જ ચેતેશ્ર્વર પુજારા (43 રન, 105 બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની ઉપયોગી ઇનિંગ્સની મદદથી 206 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રનો આ સ્કોર સાધારણ હતો, પરંતુ પછીથી વિદર્ભએ 26 રનમાં ચાર વિકેટ ગુમાવી દેતાં પહેલા જ દિવસે સૌરાષ્ટ્રએ મૅચ પર પકડ જમાવી લીધી હતી. ઉનડકટ, આદિત્ય જાડેજા, ચિરાગ જાની અને પ્રેરક માંકડે એક-એક વિકેટ લીધી હતી. ત્રીજી-ચોથી વિકેટ 26 રનના સ્કોર પર પડી હતી.

ધરમશાલામાં બરોડાએ હિમાચલ પ્રદેશ સામે ચાર વિકેટે 342 રન બનાવ્યા હતા જેમાં શાશ્ર્વત રાવત (167 નૉટઆઉટ) અને શિવાલીક શર્મા (112 નૉટઆઉટ)ના મુખ્ય યોગદાનો હતા. હિમાચલના વૈભવ અરોરાએ બે વિકેટ લીધી હતી. હિમાચલના કુલ સાત બોલર બંને અણનમ બૅટરની વિકેટ નહોતા લઈ શક્યા અને બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 238 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…