સ્પોર્ટસ

ફરી એક વખત ઘોડીએ ચડવા તૈયાર છે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર પ્લેયર?

વન-ડે વર્લ્ડકપ-2023માં પોતાના દમદાર પર્ફોર્મન્સથી લોકોના દિલ જીતી લેનાર ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર મોહમ્મદ શમી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. મોહમ્મદ શમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર તેના ફેન્સ સાથે પર્સનલ લાઈફના ફોટો અને વીડિયો શેર કરતો હોય છે.

હવે ફરી એક વખત શમીએ એવો ફોટો શેર કર્યો છે કે જેને કારણે શમી ફરી વખત લગ્ન કરી રહ્યો છે કે કેમ એવો સવાલ કરી રહ્યા છે. આવો જોઈએ શું છે આખો માંઝરો…

વાત જાણે એમ છે કે મોહમ્મદ શમીએ પોતાના વરરાજાના લૂકવાળો ફોટો શેર કર્યો છે. ફેન્સ તેનો આ ફોટો જોઈને તેને પૂછી રહ્યા છે કે શું તે ફરી વાર લગ્ન કરવા જઈ રહ્યો છે? અત્રે ઉલ્લેખનીય છે કે હસીન જાહાંથી અલગ થઈ ગયા બાદ શમી ટૂંક સમયમાં ફરી વખત ઘોડીએ ચડશે એની અટકળો ફેન્સ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.

શમીએ જેવો સોશિયલ મીડિયા એક્સ અને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો આ વરરાજા લૂકવાળો ફોટો શેર કર્યો એટલે એક યુઝરે તેને પૂછ્યું કે શમીભાઈ તું ફરી લગ્ન કરી રહ્યો છે? જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે તમે અલદીન ભાઈ જેવો દેખાઈ રહ્યો છે.
જોકે, ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે શમી કોઈ ખાસ જગ્યા પર ગયો છે અને ત્યાં તેનો આ સ્પેશિયલ વેલકમ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2014માં શમીઅ હસીન જહાંને બે વર્ષ ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા.

લગ્ન પહેલાં હસીન જહાં વ્યવસાયે એક ચીયર લીડર હતી, પણ લગ્ન બાદ તેણે આ કામ છોડી દીધું હતું. લગ્નના ચાર વર્ષ બાદ હસીને શમી પર જાતીય સતામણી અને દહેજ માટે સતામણીના આરોપ કર્યા હતા. આ સિવાય તેણે શમી પર મેચ ફિક્સિંગ અને એક્સ્ટ્રા મેરિટિયલ અફેયરનો આક્ષેપ કર્યો હતો અને છુટા પડી ગયા હતા.

હવે શમીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વરરાજા લૂકનો ફોટો શેર કરીને ફેન્સ લોકોને વિચારતા કરી મૂક્યા છે. ગેમની વાત કરીએ તો મોહમ્મદ શમી અત્યારે એકદમ ફોર્મમાં છે અને લોકો એની ગેમ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button