શુભમન ગિલની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર થઈ વાઈરલ, જાણો કઈ પોસ્ટ છે?
મુંબઈ: આપણે દર વર્ષે નવા રિઝોલ્યુશન (New Year Resolution) લેતા હોઈએ છીએ, પણ તેમાંથી કેટલાયનું પાલન થતું નથી. સામાન્ય લોકોની માફક જાણીતા સેલેબ્સ પણ નવા વર્ષમાં નવું કંઈક ટાર્ગેટ બનાવે છે.
તાજેતરમાં ટીમ ઈન્ડિયાના ઓપનર ક્રિકેટર શુભમન ગિલે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કરેલી એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ગયા વર્ષે નવા વર્ષ નિમિત્તે લીધેલા પાંચ રિઝોલ્યુશનને કાગળ પર લખ્યા હતા, જ્યારે તેનો ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જે જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.
ગિલે લખ્યું હતું કે 2023માં ભારત માટે સૌથી વધુ સદી બનવવી, આઈપીએલમાં ઓરેન્જ કેપ જીતવાની, વર્લ્ડ કપ ટ્રોફી જીતવા, પરિવારને આનંદ આપો અને પોતાનું ધ્યાન રાખવું વગેરે બાબતોનો સમાવેશ કર્યો હતો. આ પાંચ ટાર્ગેટમાંથી ગિલે ત્રણ તો હાંસલ કરવામાં સફળતા મળી હતી. રહી વાત પોસ્ટની તો ગિલની આ પોસ્ટને લાખો લોકોએ લાઈક કરવા સાથે છ હજારથી વધુ લોકોએ તેના પર કમેન્ટ લખી હતી.
ગિલે 31 ડિસેમ્બરે આ પોસ્ટ અપલોડ કરીને લખ્યું હતું કે વર્ષ 2023 હવે પૂરું થતાં આ વર્ષ મારી માટે અનેક અનુભવોથી ભરપૂર રહ્યું હતું. આ વર્ષ મને ખૂબ જ ધમાલ અને બીજી બાબતો શીખવાડી ગયું છે, મે જે ધાર્યું હતું જે બધુ સફળ થયું નથી. પણ હું મારા લક્ષ્યાંકોને ખૂબ જ નજીક પહોંચ્યો તેનો મને આનંદ છે.
આગામી વર્ષ નવીન પ્રકારની ચેલેન્જ અને તક લઈને આવશે. મને આશા છે કે 2024માં હું મારું ધ્યેય પૂરું કરીશ. હું તમને લોકોને પણ શુભેચ્છા આપું છું કે 2024માં દરેકને પ્રેમ, આનંદ અને તમારા દરેક કામોને સફળ કરવાની તાકાત મળે, એમ એવું લખી ગિલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
ગિલે લીધે આ પાંચ રિઝોલ્યુશનમાંથી ત્રણ રિઝોલ્યુશન તેણે પૂરા પણ કર્યા હતા. ગિલે 2023માં કરેલી કારકિર્દી વિશે વાત કરીએ તો આ વર્ષે એક ટેસ્ટ સદી, વન-ડેમાં પાંચ સદી અને નવ હાફ સદીનો સમાવેશ થાય છે. ગિલે 2023માં ટેસ્ટમાં 258 અને વન-ડે ક્રિકેટમાં 1,584 રન બનાવ્યા હતા. 2023નો વર્લ્ડ કપ ભલે ભારત હારી ગયું હોય પણ તેઓ સેમી ફાઇનલ સુધી પહોંચ્યા હતા.