Chess: આ ભારતીય મહિલા ખેલાડી એ ઈતિહાસ રચ્યો, વર્લ્ડ રેપિડ ચેસનો ખિતાબ જીત્યો

મુંબઈ: ભારતના ચેસ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને દેશને ગૌરવ આપવી (Indian Chess players) રહ્યા છે. એવામાં ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પી (Koneru Humpy)એ રવિવારે ઈન્ડોનેશિયાની ઈરેન સુકંદરને હરાવીને બીજી વખત વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ(World Rapid Championship)નો ખિતાબ જીત્યો છે. હમ્પીએ અગાઉ 2019માં જ્યોર્જિયામાં આ સ્પર્ધા જીતી હતી. ચીનની ઝુ વેનજુન પછી કોનેરુ હમ્પી બીજી એવી ખેલાડી બની જેણે એકથી વધુ વખત આ ટાઇટલ જીત્યું હોય. આ રેકોર્ડ નોંધાવનાર તે ભારતની પ્રથમ મહિલા ચેસ ખેલાડી છે.
37 વર્ષીય હમ્પીએ 11માંથી 8.5 પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટ પૂરી કરી. આ જીત સાથે, હમ્પીએ ભારતીય ચેસ માટે વિશેષ સિદ્ધિ નોંધાવી છે. પુરૂષ વર્ગમાં રશિયાના 18 વર્ષના વોલોદર મુર્ઝિને આ ખિતાબ જીત્યો હતો. નોદિરબેક અબ્દુસાતુરોવ પછી, મુર્જિન બીજા સૌથી યુવા FIDE વર્લ્ડ રેપિડ ચેમ્પિયન છે. નોદિરબેકે 17 વર્ષની ઉંમરે આ ખિતાબ જીત્યો હતો.
હમ્પીએ હંમેશા રેપીડમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. તેણે મોસ્કોમાં યોજાયેલી ચેમ્પિયન્સ 2012માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
હમ્પીનું શાનદાર પ્રદર્શન:
હમ્પી 2019 માં જ્યોર્જિયાના બટુમીમાં ચેમ્પિયનશિપ જીતીને સફળતાના શિખરે પહોંચી. ત્યારબાદ તેણેનર્વ-રેકિંગ આર્માગેડન ગેમમાં ચીનની લેઈ ટિંગજીને હરાવી. જ્યારે ગયા વર્ષે (2023) તેણે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આ જ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે 2023માં રશિયાની અનાસ્તાસિયા બોડનારુક સામે ટાઈબ્રેકમાં ટાઇટલ જીતવાથી ચુકી ગઈ હતી.
આ પણ વાંચો…IND vs AUS 4th Test: મેચ રોમાંચક સ્થિતિમાં, બુમરાહે મચાવ્યો તરખાટ, જાણો આજે શું શું થયું
રેપીડ ચેસ ઉપરાંત, હમ્પીએ અન્ય ફોર્મેટમાં પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. તેણે 2022 વિમેન્સ વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. 2024 માં, મહિલા કેન્ડીડેટ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. અંગત કારણોસર, હમ્પી બુડાપેસ્ટ ઓલિમ્પિયાડમાં ભાગ લઈ શકી ન હતી. તેણે 2024 ના અંતમાં રેપીડ ટાઇટલ જીતીને અદભૂત સિદ્ધિ મેળવી છે.