નેશનલસ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકાનો આ ક્રિકેટર છે પ્રભુ રામનો ભક્ત, તેના આવતાની સાથે જ મેદાન પર વાગે છે પ્રભુ રામનું આ ગીત….

એક રામ ભક્ત કે જે દક્ષિણ આફ્રિકાનો સ્પિનર છે. તે જ્યારે પણ હોમ ગ્રાઉન્ડ પર બેટિંગ કરવા કે બોલિંગ કરવા આવે કે પછી વિકેટ લે ત્યારે સ્ટેડિયમમાં ‘રામ સિયા રામ’ ગીત વાગવા લાગે છે. અને સ્પિનર એટલે કેશવ મહારાજ, દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ જ્યારે ભારતના પ્રવાસે હતા ત્યારે ઘણા પ્રસંગોએ આ જોવા મળ્યું હતું. વનડે સીરીઝ દરમિયાન એક વખત કેએલ રાહુલે પણ કેશવ મહારાજને આ અંગે એક સવાલ પૂછ્યો હતો.

કે કેશવભાઈ તમે જ્યારે પણ આવો ત્યારે આ લોકો રામ સિયા રામ ગીત કેમ વગાડે છે? ત્યારે સ્પિનરે જણાવ્યું હતું કે હું પ્રભુ રામ અને હનુમાનનો ભક્ત છું અને આ ગીત મને બહુ જ ગમે છે.

ટેસ્ટ સિરીઝ દરમિયાન એક ઘટના એવી પણ બની હતી જ્યારે કેપટાઉન ટેસ્ટ દરમિયાન કેશવ મહારાજ બેટિંગ કરવા આવ્યા અને સ્ટેડિયમમાં આ ગીત ગુંજવા લાગ્યું ત્યારે વિરાટ કોહલીએ કેશવ મહારાજ તરફ હાથ જોડીને ધનુષમાંથી તીર છોડવાની મુદ્રા બનાવી હતી. વિરાટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઘણો વાઈરલ થયો હતો.

હાલમાં જ્યારે અયોધ્યામાં પ્રભુ રામનો સમારોહ 22 જાન્યુઆરીએ યોજાવાનો છે. ત્યારે હાલમાં પ્રભુ રામના ઘણા ભજનો અત્યારે ખૂબજ ફેમસ થયા છે. જેમાં આ રામ સિયા રામ ભજન પણ અત્યારે ઘણું ચર્ચામાં છે.

કેશવ મહારાજે તો આ ગીત માટે ત્યાં સુધી કહ્યું છે કે ઘણી વખત તો હું સામે ઊભો રહીને આ ગીત વગાડવા માટે કહું છું. મારા માટે મારો ભગવાન સૌથી મોટા આશીર્વાદ છે. તે મને હંમેશા કંઇ નવું કરવાની પ્રેરણા આપે છે. અને મારા કોઈ પણ પ્રોબ્લેમમાં રસ્તો બતાવે છે અને મારા માટે ધર્મ અને સંસ્કૃતિનું સન્માન કરવું જરૂરી છે. મને બેકગ્રાઉન્ડમાં રામ સિયા રામ વાગે તે ખૂબજ ગમે છે.

કેશવ મહારાજે દક્ષિણ આફ્રિકાના મુખ્ય સ્પિનરોમાં તેમના નામનો સમાવેશ થાય છે. કેશવ મહારાજે ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 2016માં તેમણે ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમજ અત્યાર સુધી તેમણે 50 ટેસ્ટ મેચ રમી છે. અને અત્યાર સુધીમાં 32ની બોલિંગ એવરેજ સાથે 158 વિકેટ લીધી છે. દક્ષિણ આફ્રિકામાં સ્પિનર ​​માટે આ એક મોટો આંકડો છે. કેશવ મહારાજે ODI ક્રિકેટમાં કુલ 55 વિકેટ લીધી છે. જે ટી-20માં ભાગ્યે જ જોવા મળે છે. T20 ઈન્ટરનેશનલમાં તેના નામે 27 મેચમાં 24 વિકેટ લેવાનો પણ રેકોર્ડ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો