નવી દિલ્હીઃ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી 13મી મેચમાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 284 રન કર્યા હતા જેના જવાબમાં ઇગ્લેન્ડની ટીમ માત્ર 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાને મોટી જીત સાથે ટીમના ફાસ્ટબોલર મહોમ્મદ નબિએ સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.
નબીએ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 15 વિકેટ ઝડપી છે. તેણે આ મામલે રાશિદ ખાનને પાછળ છોડી દીધો છે. રાશિદે 11 વિકેટ ઝડપી છે અને તે ત્રીજા નંબર પર છે. આ મામલે દૌલત ઝદરાન બીજા સ્થાને છે. તેણે 14 વિકેટ ઝડપી છે. મુજીબ ઉર રહેમાન ચોથા નંબર પર છે. તેણે 10 વિકેટ ઝડપી છે.
અફઘાનિસ્તાન તરફથી બોલિંગમાં રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ શાનદાર બોલિંગ કરી હતી. આ સાથે મોહમ્મદ નબી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો.
આ મેચમાં બંને ટીમના સ્પિનરોએ મળીને કુલ 13 વિકેટ ઝડપી હતી. વર્લ્ડ કપ મેચમાં સ્પિનરોનું આ બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 2003માં કેન્યા-શ્રીલંકા અને 2011માં કેનેડા-ઝિમ્બાબ્વે વચ્ચેની મેચમાં સ્પિનરોએ 14-14 વિકેટ ઝડપી હતી.
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી…
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી...