સ્પોર્ટસ

એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓની કમાલ: એક ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીત્યા

હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતે ગોલ્ડ મેડલ સહિત ત્રણ મેડલ જીત્યા હતા. આ સાથે એશિયન ગેમ્સમાં ભારત મેડલ ટેલીમાં ૧૩ મેડલ્સ સાથે છઠ્ઠા નંબરે પહોંચ્યું છે જેમાં ત્રણ ગોલ્ડ, ચાર સિલ્વર અને છ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતે ઘોડેસવારીમાં ૪૧ વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે સિવાય સેલિંગમાં નેહા ઠાકુરે સિલ્વર અને ઇબાદ અલીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

૧૭ વર્ષની નેહા ઠાકુરે સેલિંગમાં સિલ્વર મેડલ જીતી દિવસની શરૂઆત કરી હતી. નેહાએ વિમેન્સ સેલિંગ ઈવેન્ટમાં બીજું સ્થાન મેળવીને સિલ્વર જીત્યો હતો. ત્યારબાદ સેલિંગમાં જ ઇબાદ અલીએ બ્રોન્ઝ જીત્યો હતો.

નેહા ઠાકુરે ગર્લ્સ ડિંગી આઇએલસીએ૪ ઈવેન્ટમાં ૧૧ રેસમાં કુલ ૨૭ પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. થાઈલેન્ડની નોપાસોર્ને ગોલ્ડ મેડલ જ્યારે સિંગાપોરની કેઈરા મેરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ઇબાદ અલીએ સેલિંગની મેન્સની આરએસ: એક્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં કોરિયાને ગોલ્ડ મેડલ અને થાઈલેન્ડને સિલ્વર મેડલ મળ્યો હતો.

સ્ક્વોશમાં ભારતનું અત્યાર સુધી સારું પ્રદર્શન રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ મેન્સ ઈવેન્ટમાં ગ્રૂપ ૧માં સિંગાપુરને ૩-૦થી હરાવ્યું હતું. સૌરવ, હરિન્દરપાલ સિંહ અને અભયે સરળ જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાની આગામી મેચ બુધવારે કતાર સામે રમાશે. ભારતની પુરુષોની સ્વિમિંગ ટીમે ૪ બાય ૧૦૦ મેડલે રિલે ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

શૂટિંગમાં રમિતા જિંદાલ અને દિવ્યાંશ પવાર ૧૦ મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટ જીતી શક્યા ન હતા. આ ભારતીય જોડીએ શરૂઆતમાં ૮-૦ની સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ આ પછી તે ૧૮-૨૦થી પાછળ રહી ગઈ અને મેડલ ચૂકી ગઈ હતી.

હૉકીમાં ભારતીય પુરુષ ટીમે સિંગાપોર સામે મોટી જીત નોંધાવી હતી. ભારતે આ મેચ ૧૬-૧ના માર્જીનથી જીતી હતી. ભારત તરફથી હરમનપ્રીત સિંહે ૪ ગોલ કર્યા હતા. મનદીપ સિંહે ૩ ગોલ કર્યા હતા. વરુણ અને અભિષેકે ૨-૨ ગોલ કર્યા હતા. મનપ્રીત સિંહ, ગુર્જંત, લલિત, શમશેર અને વિવેકે પણ એક-એક ગોલ કર્યા હતા. ભારતીય પુરુષ વોલીબોલ ટીમ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ૦-૩થી હારીને એશિયન ગેમ્સમાં છઠ્ઠા સ્થાને રહી હતી. ભારતે મિક્સ્ડ ડબલ્સમાં યુકી ભાંબરી અને અંકિતાની ભારતીય જોડીએ પાકિસ્તાની ટીમને સીધા સેટમાં ૬-૦, ૬-૦થી હરાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?