વર્લ્ડ કપમાં આ બે બંગલાદેશી જોવા મળશે જ…

નવી દિલ્હી: સાતમી ફેબ્રુઆરીએ ભારત અને શ્રીલંકામાં શરૂ થઈ રહેલા મેન્સ ટી-20 વર્લ્ડ કપ (world cup)માંથી બાંગ્લાદેશની ટીમ બહાર નીકળી ગઈ છે, પરંતુ બે બાંગ્લાદેશી (Bangladeshi)ને એન્ટ્રી આપીને આઈસીસી (ICC)એ નવું પ્રકરણ શરૂ કર્યું છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ થઈ રહી હોવાથી બાંગ્લાદેશી પેસ બોલર મુસ્તફિઝુર રહમાનની આઇપીએલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી એને પગલે બાંગ્લાદેશે ભારતમાં વર્લ્ડ કપની મૅચો રમવાનો ઇનકાર કરી દીધો હતો. બાંગ્લાદેશને પોતાની બધી મૅચો શ્રીલંકામાં રમવી હતી, પરંતુ આઈસીસીએ ભારતમાં પૂરી સલામતી મળશે એવી ખાતરી આપવા છતાં બંગલાદેશ ટસનું મસ ન થયું એટલે છેવટે આઈસીસીએ બાંગ્લાદેશને હટાવીને એના સ્થાને સ્કૉટલૅન્ડને વર્લ્ડ કપમાં સામેલ કરી દીધું છે.
Match officials for the group stage of the ICC Men’s #T20WorldCup 2026 revealed
— ICC (@ICC) January 30, 2026
Read more https://t.co/hRILLsd8Pf
વાત એવી છે કે આઈસીસીએ આ વર્લ્ડ કપ માટેના 24 અમ્પાયર અને છ મૅચ રેફરીનું લિસ્ટ બહાર પાડ્યું છે જેમાં બાંગ્લાદેશના શરફુદૌલા ઈબ્ને શાહિદ અને ગાઝી સોહેલના સમાવેશ છે.
પાકિસ્તાની અમ્પાયરો પણ સામેલ
ખાસ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ભારતમાં ત્રણ મૅચની જે વન-ડે સિરીઝ રમાઈ એમાં બાંગ્લાદેશના શરફુદૌલા થર્ડ અમ્પાયર હતા. હવે તેઓ ભારતમાં ટી-20 વર્લ્ડ કપમાં જોવા મળશે. આ યાદીમાં પાકિસ્તાની અમ્પાયરોનો પણ સમાવેશ છે.
વર્લ્ડ કપ માટેના છ મૅચ રેફરી
જાવાગલ શ્રીનાથ, રંજન મદુગલે, રિચી રિચર્ડ્સન, ડીન કૉસ્કર, ડેવિડ ગિલ્બર્ટ અને એન્ડ્ર્યુ પાયક્રોફ્ટ.
વર્લ્ડ કપ માટેના 24 અમ્પાયર
રોલૅન્ડ બ્લૅક, ક્રિસ બ્રાઉન, કુમાર ધર્મસેના, ક્રિસ ગૅફેની, ઍડ્રિયન હૉલ્ડસ્ટૉક, રિચર્ડ ઈલિંગવર્થ, રિચર્ડ કેટલબરો, વેન નાઈટ્સ, ડૉનોવન કોચ, જયરામન મદનગોપાલ, નીતિન મેનન, સૅમ નોગજસ્કી, કેએનએ પદમનાભન, અલ્લાહુદ્દીન પાલેકર, અહસાન રઝા, લેસ્લી રીફર, પૉલ રીફેલ, લેન્ગટન રૂસેરે, શરફુદૌલા ઈબ્ને શાહિદ, ગાઝી સોહેલ, રૉડ ટકર, ઍલેક્સ વ્હાર્ફ, રવીન્દ્ર વિમલસિરી અને આસિફ યાકુબ.
આ પણ વાંચો ટી-20 વર્લ્ડ કપ નજીક આવી ગયો, ભારતનો પહેલો મુકાબલો અમેરિકા સામે!



