મુંબઈ: ક્રિકેટ પ્રેમીઓમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)નો રંગ જામ્યો છે. એક પછી એક થ્રીલિંગ મેચ જોવાનો દર્શકો સંપૂર્ણ આનંદ લઈ રહ્યા છે. આઇપીએલની દરેક ટીમમાંથી ખેલાડીઓ જોરદાર પરફોર્મ કરી રહ્યા છે, પણ આ પાંચ વિદેશી ખેલાડીઓ એવા છે જે આઇપીએલમાં તેમના પેરફોર્મન્સથી હાહાકાર મચાવ્યો છે.
આ યાદીમાં દિલ્હી કેપિટલ્સનો ઓપનર ડેવિડ વોર્નર તુફાની ઈનિંગ્સ રમી રહ્યો છે. આઇપીએલ 2024માં વોર્નરે ચાર મેચમાં 143ના સ્ટ્રાઈક રેટથી 148 રન બનાવ્યા છે, જેમાં 15 ફોર અને નવ સિક્સર તેણે ફટકારી દિલ્હી કેપિટલ્સ માટે સંઘર્ષ શરૂ રાખ્યો છે. પેસર કાગિસો રબાડાએ પંજાબ કિંગ્સ માટે ચાર મેચમાં 8.81 રનની ઈકોનોમી સાથે છ વિકેટ લઈને આઇપીએલ 2024માં સૌથી વધારે વિકેટ લેનાર બોલરમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો: આઇપીએલમાં બુમરાહની 150 વિકેટ: થર્ડ ફાસ્ટેસ્ટ બોલર બન્યો
આ સાથે જાદુઇ સ્પિન બોલર તરીકે ઓળખાતા સુનિલ નારાયણે આઇપીએલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે બીજા નંબરે બેટિંગ કરીને સૌકોઈને ચોંકાવ્યા છે. નારાયણે ત્રણ મેચમાં 134 રન બનાવ્યાં છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 200 કરતાં વધુનો છે. આઇપીએલમાં પાંચ ટ્રોફી જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સના પેસ બૉલર મુસ્તફિઝૂર રહેમાન માટે ચેન્નઈની યેલો જર્સી લાભદાઈ સાબિત થઈ રહી છે. આ આઇપીએલ સિઝનમાં મુસ્તફિઝૂર રહેમાને 8.83ની ઇકોનીમીથી સાત વિકેટ પોતાના નામે કરી છે.
તેમ જ સન રાઇઝર્સ હૈદરાબાદના ખતરનાક બેટર હેનરિક ક્લાસેને ચાર મેચમાં 177 રન બનાવ્યાં છે અને તેણે 203ની સ્ટ્રાઈક રેટ સાથે છ ફોર અને 17 સિક્સ ફટકાર્યા છે. આ દરેક ખેલાડીઓ સાથે ભારતના પણ ખેલાડીઓ જોરદાર પરફોર્મ કરી રહ્યા છે. આ આઇપીએલમાં સૌથી વધુ રન, સૌથી વધુ વિકેટ કયો ખેલાડી મેળવશે એતો આગામી સમયમાં જ જાણવા મળશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને