IPL 2024સ્પોર્ટસ

વર્લ્ડ કપની ફાઈનલના ક્રેઝમાં ડૂબ્યો આખો દેશ , વ્યુઅરશિપના તમામ રેકોર્ડ તૂટી ગયા

રસ્તાઓ, બજારો સૂમસામ

અમદાવાદઃ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો ટાઈટલ માટે જંગ ખેલી રહી છે. ક્રિકેટની આ સૌથી મોટી ટાઈટલ જંગને લઈને દેશભરમાં જબરદસ્ત માહોલ છે. ચાહકોનો ઉત્સાહ અને જોશ વધારે છે, જેના કારણે એક મોટો રેકોર્ડ બન્યો છે, જેની પહેલાથી જ અપેક્ષા હતી.
47 મેચો અને 44 દિવસની સફર બાદ, 2023 ODI વર્લ્ડ કપ તેના અંતિમ મુકામ પર પહોંચી ગયો છે. ટૂર્નામેન્ટની ફાઈનલ યજમાન ભારત અને 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે. કેપ્ટન રોહિત શર્માએ ફરી એકવાર ઝંઝાવાતી શરૂઆત કરી, પરંતુ છેલ્લી કેટલીક મેચોની જેમ આ વખતે પણ તે લાંબી ઇનિંગ્સ રમી શક્યો નથી. આજે ભારતને ચીયર કરવા માટે દરેક દેશવાસીઓનો ઉત્સાહ ઊંચો છે.
આખા દેશની નજર અત્યારે વર્લ્ડ કપ ફાઈનલ પર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુંભ જેવો નજારો જોવા મળી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ટાઈટલ મેચ પર દુનિયાભરના ચાહકોની નજર છે. દેશમાં આને લઈને અલગ વાતાવરણ છે. રસ્તાઓ અને બજારો સૂમસામ છે. ઓટીટી અને ટીવી વ્યૂઅરશિપના રેકોર્ડ તૂટી રહ્યા છે.
મેચની શરૂઆત પહેલા જે વાતાવરણ સર્જાયું હતું તેના પરથી એવી આશંકા હતી કે આ ફાઇનલમાં દર્શકોનો રેકોર્ડ તૂટી જશે અને એવું જ થયું. આ સમયે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભરચક છે. અહીં લાખો લોકો મેચ જોઈ રહ્યા છે, જ્યારે ટીવી અને ઓનલાઈન મેચ જોનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. મેચની શરૂઆતમાં, લગભગ 5 કરોડ લોકો ડિઝની + હોટસ્ટાર પર મેચ જોઈ રહ્યા હતા અને બપોરે 2.30 વાગ્યાની આસપાસ આ સંખ્યા વધીને 5.5 કરોડ થઈ ગઈ હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ OTT વ્યૂઅરશિપ છે.
ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપ 2023 સેમીફાઈનલમાં વિરાટ કોહલીની 50મી ODI સદીના સમયે પણ OTT દર્શકોનો રેકોર્ડ તૂટી ગયો હતો. કોહલી જ્યારે તેની 50મી ODI સદીની નજીક હતો, ત્યારે Disney+Hotstar પર 53 મિલિયન દર્શકો હતા, જે કોઈપણ મેચ માટે અત્યાર સુધીની સૌથી વધુ વ્યૂઅરશિપ હતી, પરંતુ આજે ફાઇનલમાં આ રેકોર્ડ તૂટી ગયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button