IPL 2024સ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકાના આ ખેલાડીના બેટ પર જોવા મળ્યું ઓમનું ચિન્હ…

2023 ICCનો વર્લ્ડ કપ ચાલુ છે. તેની 18મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 ઓક્ટોબર એટલે કે આવતીકાલે ગુરુવારે પુણેમાં રમાશે. વર્લ્ડ કપ માટે જ્યારે મેચ રમાતી હોય છે ત્યારે ઘણી એવી બાબતો છે જે સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે. જેમાં વર્લ્ડ કપની 15મી મેચ ખૂબ જ ચર્ચા રહી કારણકે નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 38 રનથી હરાવ્યું હતું. જીત અને હાર સિવાય પણ આ મેચની એક ખાસ બાબત હતી તે છે કેશવ મહારાજનું બેટ. હા…હા, હું બેટની જ વાત કરું છું. જ્યારે ભારતીય મૂળનો કેશવ 9માં નંબર પર બેટિંગ કરવા આવ્યો ત્યારે લોકોએ તેના બેટ પર ઓમના ચિન્હને જોઇ જ રહ્યા. તે બેટની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

કેશવ સોશિયલ મીડિયા પર ભાગ્યે જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાના તેના અકાઉન્ટ પર 1.2 લાખ લોકો તેને ફોલો કરે છે. ડિસેમ્બર 2022માં કેશવે પોતાનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે પ્રેક્ટિસ દરમિયાન તેના બેટને જોઈ રહ્યો હતો. આ બેટ પર ઓમનું પ્રતીક જોઈ શકાય છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

કેશવ દક્ષિણ આફ્રિકાની ટીમમાં રમે છે. તે ડાબોડી સ્પિન બોલર છે. કેશવ મહારાજ અને તેમની પત્ની લરિશા બંને ભારતીય મૂળના છે. તેમના લગ્ન એપ્રિલ 2022માં થયા હતા. કેશવ સાઉથ આફ્રિકામાં રહે છે, પરંતુ ભારતીય પરંપરા અને રિવાજોને ફોલો કરે છે. બધા હિંદુઓના તહેવારો પણ ઉજવે છે. કેશવ મહારાજના વડવાઓ ઉત્તર પ્રદેશના સુલતાનપુરના હતા આથી કેશવનો ભારતીયો સાથે એક અલગ નાતો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button