સ્પોર્ટસ

વર્લ્ડ કપમાં નામ કમાવ્યું ને દક્ષિણ આફ્રિકાના બોલરે કર્યા લગ્ન

તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

કેપટાઉન: ભારતના ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપમાં ઘણા બધા ખેલાડીઓની કારકિર્દીની દિશા બદલી નાખી, જ્યારે અમુકે ક્ષેત્ર સન્યાસ પણ લઈ લીધો હતો. ભારતીય, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સિવાય દક્ષિણ આફ્રિકાના કિક્રેટરને પણ વર્લ્ડકપમાં બહુ મોટી નામના મળી અને નવા નવા રેકોર્ડ પણ કર્યા હતા. સેમી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા હારી ગયું પણ તેમની મહેનતની દુનિયાએ નોંધ લીધી, તેમાંય ફાસ્ટ જીરાલ્ડ કોએટ્ઝીનું નામ અચૂક લેવું પડે. હાલમાં લગ્ન કરીને લાઈમલાઈટમાં આવ્યો છે, જ્યારે તેની તસવીરોએ ધૂમ મચાવી છે.

23 વર્ષના નવોદિત બોલર જીરાલ્ડ કોએટ્ઝીએ 8 મહિના પહેલા વન-ડે ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ ભારતમાં રમાયેલા વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું પણ હવે પોતાની ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા બાદ લોકોને ચોંકાવી નાખ્યાં છે. કોએત્ઝેએ પોતાના લગ્નના ફોટા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા અને ભગવાનનો આભાર પણ માન્યો હતો.

વર્લ્ડ કપમાં હેડલાઇન્સ બનાવ્યા બાદ કોએત્ઝીએ તેની લાંબા સમયની ગર્લ ફ્રેન્ડ હાના સાથે 29 નવેમ્બરે લગ્ન કરી લીધા હતા અને તેણે પોતાના લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. પત્ની સાથેનો ફોટો શેર કરતી વખતે તેણે સ્ટોરી પર લખ્યું હતું ઈન્ક્રેડિબલી થેન્ક ગોડ.

વર્લ્ડ કપની વાત કરીએ તો આ વખતના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમે આક્રમક પ્રદર્શન કર્યું હતું. એક બાજુ આફ્રિકન બેટ્સમેનો આક્રમણ કરી રહ્યા હતા તો બીજી તરફ બોલરોએ પણ હરીફ ટીમને હંફાવી હતી. આફ્રિકાના શાનદાર પ્રદર્શનના કારણે ટીમને સેમિફાઇનલની ટિકિટ મળી હતી, પરંતુ નોકઆઉટ મેચમાં ઘરભેગા થવું પડ્યું હતું. આમ છતાં ટીમને સેમી ફાઈનલ સુધી લઈ જવામાં કોએત્ઝેની મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે માત્ર 8 મેચમાં 20 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે સૌથી વધુ વિકેટ લેનારા બોલરમાં ટોપ-5 સ્થાને રહ્યો હતો.

ક્રિકેટની વાત કરીએ તો કોઈત્ઝે 8 મહિના પહેલા આંતરરાષ્ટ્રીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે વર્લ્ડ કપની તમામ મેચો સહિત કુલ 14 મેચ રમી છે. જેમાં તેણે 31 વિકેટ પોતાના નામે કરી હતી. આ દરમિયાન કોઈત્ઝે 4 વખત ત્રણ વિકેટ લીધી હતી જ્યારે બે વખત તે ચાર બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવવામાં સફળ રહ્યો હતો.

જોકે, તેણે હજુ સુધી તેની વન-ડેની કારકિર્દીમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી નથી. શાનદાર પ્રદર્શન અને જીવનની નવી ઈનિંગ શરૂ કર્યા બાદ કોઈત્ઝે આઈપીએલમાં પણ પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર છે. IPL 2024 માટે મિનિ ઓકશન 19 ડિસેમ્બરે યોજાવાની છે. કોએત્ઝી રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે આગામી સિઝન માટે હરાજીમાં જોડાવવા માટે સજ્જ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ