દક્ષિણ આફ્રિકાના બેટ્સમેને લીધો મોટો નિર્ણય, પણ રમશે અંતિમ ટેસ્ટ
જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ભારત સામે તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. એલ્ગરની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે તેની લગભગ 12 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં 84 મેચ રમી હતી. આ દરમિયાન 13 સદી અને 23 અડધી સદી ફટકારી હતી. એલ્ગર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીનો ભાગ છે. તે તેની છેલ્લી મેચ કેપટાઉનમાં રમશે. આ મેચ 3 જાન્યુઆરીથી શરૂ થશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એલ્ગરે ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે કેપટાઉનમાં ભારત સામે તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. નિવૃત્તિ અંગે એલ્ગરે કહ્યું હતું કે “ક્રિકેટ રમવું એક સપનું રહ્યું છે. પરંતુ તમારા દેશ માટે રમવું એ મોટી વાત છે. તમારા દેશ માટે 12 વર્ષ સુધી રમવું એક મોટા સપના જેવું છે. કેપટાઉનમાં પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. આ મારું પ્રિય સ્ટેડિયમ છે.
એલ્ગરે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 84 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 13 સદી અને 23 અડધી સદી ફટકારી છે. એલ્ગરનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 199 રન રહ્યો છે. તેણે 5146 કર્યા છે. એલ્ગરે 8 વનડે મેચ પણ રમી છે. તેણે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 2012માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.
નોંધનીય છે કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. તેની પ્રથમ મેચ 26 ડિસેમ્બરે રમાશે. આ મેચ સેન્ચુરિયનમાં રમાશે. બીજી મેચ 3 જાન્યુઆરીએ કેપટાઉનમાં રમાશે.