સ્પોર્ટસ

ન્યૂ ઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી મેચ આ કારણે ધોવાઇ, બાંગ્લાદેશને ફાયદો

માઉન્ટ મોનગાનુઇ (ન્યૂ ઝીલેન્ડ): ન્યૂ ઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારે રમાયેલી બીજી ટવેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં માત્ર 11 ઓવર જ ફેંકાઇ હતી ત્યાર બાદ વરસાદને કારણે મેચને રદ્દ કરવાની નોબત આવી હતી. આ સાથે બાંગ્લાદેશની ટીમે ત્રણ મેચની ટી-20 સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

આજના વરસાદને કારણે બાંગ્લાદેશને ફાયદો થયો છે, પરંતુ આગામી મેચમાં ન્યૂ ઝીલેન્ડે કરો યા મરોના નાતે રમવું પડશે.
મેચમાં 11 ઓવર પછી ન્યૂ ઝીલેન્ડનો સ્કોર બે વિકેટે 72 રન હતો ત્યાર બાદ ભારે વરસાદ આવ્યો હતો, જે સમગ્ર મેચ દરમિયાન ચાલુ રહ્યો, તેથી મેચ રદ્દ કરવી પડી હતી. શ્રેણીની ત્રીજી મેચ રવિવારે આ જ સ્ટેડિયમમાં રમાશે.

સીરિઝની પ્રથમ મેચ પાંચ વિકેટે જીતનાર બાંગ્લાદેશે શુક્રવારે ટોસ જીતીને ન્યૂ ઝીલેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ફિન એલન બીજી ઓવરમાં આઉટ થયો હતો પરંતુ ટિમ સેફર્ટે 23 બોલમાં 43 રન કર્યા હતા. પાંચ ઓવરના શૂટઆઉટની કોઈ શક્યતા ન હોવાથી અમ્પાયરોએ મેચ રદ કરી હતી.

આ અગાઉ નેપિયરમાં પહેલી મેચ રમ્યા હતા, જેમાં બાંગ્લાદેશે ન્યૂ ઝીલેન્ડને 137 રને ઓલઆઉટ કર્યું હતું, જ્યારે બાંગ્લાદેશે પાંચ વિકેટે 137 રન બનાવીને જીતીને નવો ઈતિહાસ બનાવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…