અંડર-23 ક્રિકેટરો પાસે દારૂની બોટલ મળવા મામલે તપાસ કરશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

અંડર-23 ક્રિકેટરો પાસે દારૂની બોટલ મળવા મામલે તપાસ કરશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન

નવી દિલ્હી: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને (એસસીએ) સોમવારે ચંદીગઢથી રાજકોટ પરત ફરતી વખતે તેના અંડર-23 ક્રિકેટરો પાસેથી દારૂની બોટલો મળી આવ્યા બાદ શિસ્તભંગની તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. એસસીએના સૂત્રોના જણાવ્યા અનુસાર, 25 જાન્યુઆરીએ સીકે નાયડુ ટ્રોફીમાં યજમાન ચંડીગઢ સામે સૌરાષ્ટ્રની જીત બાદ આ ઘટના બની હતી. પ્લેનના જે કાર્ગો એરિયામાં ક્રિકેટરો જવાના હતા ત્યાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં અધિકારીઓએ ચંદીગઢ એરપોર્ટ પરથી દારૂ જપ્ત કર્યો હતો. એક નિવેદનમાં એસસીએ જણાવ્યું હતું કે, “ચંડીગઢમાં એક કથિત ઘટના બની છે જેના પ્રત્યે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. કથિત ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની એથિક્સ-ડિસિપ્લિનરી કમિટી અને એપેક્સ કાઉન્સિલ આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે અને યોગ્ય શિસ્તભંગના પગલાં લેશે. નોંધનીય છે કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button