નવી દિલ્હીઃ સતત ચાર મેચ હાર્યા બાદ આખરે ટીમ પાકિસ્તાને ગેમમાં કમબેક કર્યું છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. હવે ક્રિકેટપ્રેમીઓ એવું ઈચ્છી રહ્યા છે કે ન્યુ ઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડકપની રેસમાંથી બહાર થઈ જાય, જેથી પાકિસ્તાનને ટીમમાં સેમીફાઈનલમાં જગ્યા મળે. જોકે, આ વાતનો નિર્ણય ટૂંક સમયમાં જ થઈ જશે. હવે ભૂતપૂર્વ ઈન્ડિયન ક્રિકેટર સૌરવ ગાંગુલીએ પણ આ અંગે ભવિષ્યવાણી કરી છે અને તેમણે કહ્યું છે કે સેમીફાઈનલમાં ઈન્ડિયા વર્સીસ અને પાકિસ્તાનની ટક્કર જ થશે.
સૌરવ ગાંગુલીએ આ બાબતે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી જ લેશે કેમ કે ભારત-પાકિસ્તાનની મેચ એ વર્લ્ડકપની સૌથી મોટી મેચ હશે. સેમીફાઈનલમાં કઈ ટીમ ટકરાશે એની ભવિષ્યવાણી કરવાની સાથે સાથે જ કિંગ કોહલીના વખાણ પણ કર્યા હતા. ઈડન ગાર્ડન ખાતે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ તેની 49મી સદી પૂરી કરીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી દીધી હતી. દાદાએ કિંગ કોહલીના વખાણ કરતાં જણાવ્યું હતું કે ઈડન ગાર્ડન ખાતે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની દમદાર સદી જોઈને આનંદ થયો અને એમાં પણ આનંદ એટલે વધુ થયો કારણ કે છેલ્લાં એક-બે મેચમાં તે પોતાનો આ રેકોર્ડ કરતો કરતો ચૂકી ગયો હતો.
નેટ રન રેટ અને સેમીફાઈનલના દાવેદારની વાત કરીએ તો ન્યુ ઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી ખૂબ આગળ ચાલી રહી છે એટલે પાકિસ્તાનની ટીમે માત્ર જિત નોંધાવીને કામ નહીં ચાલે. પાકિસ્તાનનો હાલનો નેટ રન રેટ 0.036 છે જ્યારે ન્યુ ઝીલેન્ડ 0.398 નેટ રન રેટથી પાકિસ્તાની ટીમ કરતાં આગળ છે. ઉદાહરણ આપીને સમજાવવાનું કે જો ન્યુ ઝીલેન્ડ શ્રીલંકા સામે 1 રનથી પણ જીત નોંધાવશે તો પાકિસ્તાનને 130 રનથી જીત મેળવવી પડશે. શ્રીલંકા સામે મેચમાં જો કીવી ટીમને હાર મળે છે તો પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામે જીત મેળવવી પડશે. જો બંને ટીમો જીતી જાય છે તો પછી નેટ રન રેટ અનુસાર સેમિફાઈનલનો નિર્ણય હશે.
પાકિસ્તાન અને ન્યુ ઝીલેન્ડની ટીમ જો પોતાની મેચમાં હારી જશે અને બીજી બાજું અફઘાનિસ્તાન પોતાની આગામી મેચ સાઉથ આફ્રિકા સામે જીતી જશે તો અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી લેશે. જોકે કઈ ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. જોકે, આ તો બધી ઈફ અને બટની વાત છે અને કઈ ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય કરશે એનો નિર્ણય તો જ 11મી નવેમ્બરના જ એ વાતનો ફેંસલો થઈ જશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને