ન્યૂ ઝીલેન્ડના ક્રિકેટરે યશસ્વી જયસ્વાલને પાછળ રાખીને બનાવ્યો આ વિક્રમ

નવી દિલ્હી: સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય મૂળના રચિન રવિન્દ્રએ ડબલ સેન્ચુરી ફટકારી હતી. સાઉથ આફ્રિકા સામેની પહેલી જ ટેસ્ટ મેચમાં 240 રનની જોરદાર ઈનિંગ્સથી ન્યૂ ઝીલેન્ડના યુવા સ્ટાર ક્રિકેટર રચિને એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રચિને ટેસ્ટમાં મેડન સેન્ચુરી ફટકારી સૌથી મોટી ઈનિંગ્સ રમવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ 24 વર્ષ પહેલા મેથ્યુ સિંકલયરે સાવ 1999માં પોતાની પહેલી સેન્ચુરી કરીને 214 રન બનાવ્યા હતા, જેમાં ટીમ ઈન્ડિયાના બેટર યશસ્વી જયસ્વાલને પાછળ રાખ્યો છે.
રચીન રવિન્દ્ર સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ડબલ સેન્ચુરી સ્કોર કરનાર ન્યૂ ઝીલેન્ડનો બીજો બેટર (બેટ્સમેન) બની ગયો છે. રચિન રવિન્દ્રએ તેની ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક ઈનિંગ્સમાં 366 રનમાં 240 રન બનાવ્યા હતા, જેમાં તેણે 26 ચોગ્ગા અને ત્રણ છગ્ગા પણ ફટકાર્યા હતા.
ઇંડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી ઓપનિંગ કરી રચીને પોતાની શાનદાર બેટિંગ અને ક્રિકેટની કુશળતાથી લોકોને પોતાના દિવાના કરી દીધા હતા. તાજેતરમાં રચીને રમેલી 240 રનની ઈનિંગ ન્યૂ ઝીલેન્ડના ગ્રાઉન્ડ પર ચોથ નંબરના બેટર દ્વારા રમાયેલી ત્રીજી સૌથી લાંબી ઈનિંગ તરીકે પણ રેકોર્ડ નોંધાવ્યો છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 દરમિયાન રચીન સૌથી લાંબી ઈનિંગ રામનારો ખેલાડી બની ગયો છે. તાજેતરમાં ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતના સ્ટાર યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે 209 રન કર્યા હતા, પણ ન્યૂ ઝીલેન્ડના રચિન રવિન્દ્રએ યશસ્વી જયસ્વાલને પાછળ મૂકી આગળ નીકળી ગયો છે.
સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલેન્ડ ટેસ્ટ મેચમાં ન્યૂ ઝીલેન્ડે 511 રનનો સર્વોચ્ચ સ્કોર ઊભો કર્યો હતો. કિવિના કેપ્ટન કેન વિલિયમસને 118 રન કરી તેની 30મી ટેસ્ટ સેન્ચુરી નોંધાવી હતી. વિલિયમસને તેની 30મી સેન્ચુરી ફટકાર્યા બાદ તે વિરાટ કોહલી અને ડોન બ્રેડમેન કરતાં પણ વધુ સેન્ચુરીની ફટકારવાનો ખેલાડી બન્યો છે.