સ્પોર્ટસ

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટનને મળ્યું આ સન્માન

જમૈકાઃ વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન વિવિયન રિચર્ડસના સન્માનમાં ઈસ્ટર્ન કેરેબિયન સેન્ટ્રલ બેંકે સૌથી મોટો નિર્ણય લીધો છે. સર વિવિયન રિચર્ડસના સન્માનમાં ઈસ્ટર્ન કેરેબિયન સેન્ટ્રલ બેંકે પોતાની બે ડોલરની પોલિમર બેંક નોટ જારી કરી છે, જેમાં રિચર્ડસનો ફોટો પણ છે. બેંકની ચાળીસમી વર્ષગાંઠ પર આ સર વિવિયન રિચર્ડસના સન્માનમાં આ નોટ જારી કરી હોવાનું જણાવ્યું હતું.

ક્રિકેટની દુનિયામાં વિવિયન રિચર્ડસની વાત કરીએ તો દુનિયાના મહાન બેટર તરીકે ગણતરી કરવામાં આવે છે. રિચર્ડસે આક્રમક બેટર તરીકે અનેક વિક્રમો પણ નોંધાવ્યો છે, જ્યારે એક જમાનામાં બોલર પણ બોલિંગ કરતા ડરતા હતા.
1974માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર વિવિયન રિચર્ડ્સ 1991 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે 121 ટેસ્ટ મેચોમાં 50થી વધુની સરેરાશથી 8540 રન બનાવ્યા, જેમાં 24 સદી અને 45 અડધી સદી સામેલ છે. ઉપરાંત, રિચર્ડસે 187 વન-ડે મેચમાં 47ની સરેરાશથી 6721 રન બનાવ્યા. વન-ડેમાં તેમનો સ્ટ્રાઈક રેટ 90.20 હતો, વન-ડેમાં તેણે 11 સદી અને 45 અડધી સદી ફટકારી છે.

વિવિયન રિચર્ડ્સ સતત બે વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝ ટીમના ખેલાડી પણ હતા. વેસ્ટ ઈન્ડિઝે 1975 અને 1979માં સતત બે વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. 1984થી 1991 સુધી વેસ્ટ ઈન્ડિઝની ટીમની કેપ્ટનશિપ કરતી વખતે તેમણે ટીમને 27 વખત જીત અપાવી હતી અને તે એકમાત્ર કેપ્ટન હતા, જેમણે ક્યારેય ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress