IPL 2024સ્પોર્ટસ

રોહિત શર્મા અંગે ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટને આપ્યું નવું સ્ટેટમેન્ટ

મુંબઈઃ ઈંગ્લેન્ડની ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ વોને તાજેતરમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અંગે સૌથી મોટું નિવેદન આપીને લોકોને ચોંકાવી નાખ્યા છે. ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રેડ કરીને હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે લઈને કેપ્ટનશિપ સોંપી હતી. તાજેતરમાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને રોહિત શર્મા સાથે ચેન્નઈ સુપર કિંગ્સના સંભવિત કેપ્ટન માટે મોટું નિવેદન આપ્યું હતું.

માઈકલ વોને કહ્યું હતું કે મને લાગે છે કે આગામી વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન રોહિત શર્મા હશે અને ઋતુરાજ ગાયકવાડ ફક્ત આ વર્ષ સુધી કેપ્ટન રહેશે. મહેન્દ્ર સિંહ ધોનીનો વિકલ્પ રોહિત શર્મા બની શકે છે. હવે બધાની નજર આગામી વર્ષની ઓક્શન પર છે, જેમાં મોટી સંખ્યામાં ટીમના નામમાં બદલાવ આવી શકે છે, એવી પણ તેને શક્યતા વ્યક્ત કરી હતી.


એક પોડકાસ્ટમાં માઈકલ વોને કહ્યું હતું કે આગામી વર્ષે ચેન્નઈ સુપરકિંગ્સ સાથે ધોની પોતાના કોન્ટ્રાક્ટનો અંત લાવી શકે છે. ધોનીએ આ અગાઉ પણ આ વર્ષની સિઝન લાસ્ટ રહશે એવા પણ સંકેત આપ્યા છે. આ સિઝન ચાલુ થયા પહેલા ધોનીએ સ્વયં ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી હતી, જેથી આ વર્ષ સુધી ગાયકવાડ કેપ્ટન રહી શકે છે, પરંતુ આગામી વર્ષે ચોક્કસ રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપવામાં આવે તો નવાઈ રહેશે નહી.

માઈકલ વોને કહ્યું હતું કે રોહિતની વાત છે, ત્યાં સુધી વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સમાં તેનું મહત્ત્વનું પ્રદાન છે, પરંતુ ક્યાં સુધી ટકે એ જોવાનું રહેશે. જો ચેન્નઈનો કેપ્ટન બને તો રોહિત શર્માનું ચાહકો હૂટિંગ કરશે. આ સવાલનો જવાબ આપવાનું વોને ટાળ્યું હતું પણ કહ્યું હતું કે દાળમાં ચોક્કસ કંઈક કાળું છે, જ્યારે એટલું ચોક્કસ કહીશ કે આગ વિના ધુમાડો થાય નહીં, પણ રોહિત શર્માનો કિસ્સો રસપ્રદ છે એમ જણાવ્યું હતું.

પહેલી જૂનથી શરુ થનારા ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું જીત માટે મોટું પ્રદાન રહેશે. હાર્દિક પંડ્યાએ માટે વધુમાં કહ્યું હતું કે હાલમાં હાર્દિક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં તેની કોઈ ભૂલ નથી. મુંબઈ ઈન્ડિયન્સ માટે તેની પસંદગી કરવામાં આવી, કેપ્ટન બનાવ્યો તો કોણ મનાઈ કરી શકે છે. તેને ફક્ત કામ આપવામાં આવ્યું એ કરે છે, એમ માઈકલ વોને જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button