રિષભ પંતના હાથમાંથી બે વખત બૅટ છટક્યું, બુમરાહની પ્રતિક્રિયા જોવા જેવી છે…

એજબૅસ્ટન: અહીં બીજી ટેસ્ટમાં શનિવારના ચોથા દિવસે રિષભ પંત (65 રન, 58 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) તેના અસલ મિજાજમાં રમ્યો હતો અને એમાં તેણે ઇંગ્લેન્ડના બોલર્સની ખબર લઈ નાખવાની સાથે ક્યારેક પોતે પણ આંચકા અનુભવ્યા હતા.
એક શૉટ વખતે તેના હાથમાંથી બૅટ છટકી ગયું હતું અને 66 ફૂટ (20 મીટર) દૂર પડ્યું હતું. સદનસીબે કોઈ ફીલ્ડરને વાગ્યું નહોતું.
It's all happening
— England Cricket (@englandcricket) July 5, 2025
Big swing no ding from Rishabh Pant pic.twitter.com/bJ489vvEYb
પંતને 30 રન પર ઝેક ક્રોવ્લીના હાથે અને 34મા રને ક્રિસ વૉક્સના હાથે જીવતદાન મળ્યું હતું.
34મી ઓવરમાં પંત પુલ શૉટ મારવા ગયો ત્યારે બૅટ પરની પકડ તેણે ગુમાવી હતી અને હાથમાંથી છટકેલું બૅટ સ્કવેર લેગની દિશામાં 66 ફૂટ દૂર પડ્યું હતું. ડ્રેસિંગ રૂમની બહાર બેઠેલો જસપ્રીત બુમરાહ આક્રમક બૅટ્સમેન પંતની આ લીલા જોઈને હસવા લાગ્યો હતો. મેદાન પરના ખેલાડીઓ તેમ જ પ્રેક્ષકો પણ હસ્યા હતા.
47મી ઓવર સ્પિનર શોએબ બશીરે કરી હતી જેના બીજા બૉલમાં ફરી પંતના હાથમાંથી બૅટ છટક્યું હતું. આ વખતે તેણે બૉલને કનેક્ટ કર્યો હતો. તેનું બૅટ મિડ-વિકેટ તરફ ગયું હતું જ્યાં ઊભેલા કાર્સે બૅટ ઑલમોસ્ટ પકડી લીધું હતું, પણ બીજી તરફ પંતે એમાં કૅચ આપી દીધો હતો અને બેન ડકેટે કોઈ ભૂલ નહોતી કરી.
આ પણ વાંચો…જુઓ, રિષભ પંતે બર્મિંગમમાં અઠવાડિયાનો બ્રેક કેવી રીતે એન્જૉય કરી રહ્યો છે…