મેં બે મહિનામાં દગો આપ્યો એ આરોપ સાવ ખોટો…તો પછી લગ્ન કેમ સવાચાર વર્ષ સુધી ટકાવી રાખ્યા?: યુઝવેન્દ્ર ચહલ

મુંબઈઃ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ભૂતપૂર્વ પત્ની ધનશ્રી વર્મા દ્વારા મૂકવામાં આવેલા આરોપો પર મૌન તોડ્યું છે અને તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે.
ચહલ (Chahal) અને ધનશ્રી (Dhanashree)એ ડિસેમ્બર, 2020માં લગ્ન કર્યાં હતાં. તેમણે આ વર્ષના માર્ચમાં (સવાચાર વર્ષે) છૂટાછેડા (divorce) લીધા હતા. ધનશ્રી એક રિયલ્ટી શૉમાં પ્રતિસ્પર્ધી છે જેમાં તેણે ઇશારામાં કહી દીધું કે ચહલે લગ્નના બે મહિના બાદ તેને દગો આપ્યો હતો. જોકે એક જાણીતા અંગે્રજી દૈનિકના અહેવાલ અનુસાર ચહલે આ આરોપોને ખોટા ગણાવતાં કહ્યું છે કે તે એક ઍથ્લીટ છે અને તે ચીટિંગ નથી કરતો.
ચહલે ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું છે કે જો તેણે બે મહિનામાં દગો આપ્યો હોત તો તેમની વચ્ચેના સંબંધો આટલા લાંબા સમય સુધી (સવાચાર વર્ષ સુધી) ચાલ્યા હોત? બે જ મહિનામાં જો દગો આપ્યો હોય તો કોઈ સંબંધ જાળવી રાખે ખરું? તેના (ચહલ) માટે આ પ્રકરણ હવે પૂરું થઈ ચૂક્યું અને હવે આગળ વધવામાં જ સૌની ભલાઈ છે એવું ચહલે કહ્યું છે. ચહલના મતે, ` મેં અગાઉ પણ કહ્યું હતું કે હું ઇતિહાસને હવે ભૂલી ચૂક્યો છું, પરંતુ અમુક લોકો હજી ત્યાં જ અટક્યા છે. તેનું ઘર મારા નામથી જ ચાલી રહ્યું છે એટલે વારંવાર મારું નામ લે છે. જોકે મને કોઈ પરવા નથી અને નથી મને કોઈ ફરક પડી રહ્યો.’
માર્ચમાં ડિવૉર્સ વખતે એવો અહેવાલ આવ્યો હતો કે ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયાની ઍલીમની આપવી પડી હતી.
ચહલનું એવું પણ કહેવું છે કે ` હું જૂની વાતો ભૂલી ચૂક્યો છું, પરંતુ કેટલાક લોકો સોશ્યલ મીડિયામાં હજી પણ એ વાતો ચલાવી રહ્યા છે. 100 વાતો ઉડે છે, પરંતુ સચ્ચાઈ એક જ છે. મારા માટે એ ચૅપ્ટર ખતમ થઈ ચૂક્યું છે અને એ વિશે હું ફરી ક્યારેય ચર્ચા કરવા નથી માગતો.’
આપણ વાંચો : ICCની નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર: યશસ્વી જયસ્વાલને મોટું નુકસાન, જાણો હવે કયા ક્રમે?