ટેસ્ટના બોલર્સમાં બુમરાહ પાછો કિંગ, અશ્વિનને એક પૉઇન્ટ સાથે બીજા નંબરે મોકલ્યો…
દુબઈ: ભારતે બાંગ્લાદેશ સામે 2-0થી ટેસ્ટ-શ્રેણી જીતી લીધી અને એનો સૌથી મોટો શ્રેય ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને મળ્યો અને એના રૂપમાં તેને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર મળ્યો. જોકે અશ્વિને એ અવૉર્ડ મેળવ્યો એમ છતાં ટેસ્ટના બોલર્સ-રૅન્કિંગમાં મોખરાનું સ્થાન ગુમાવ્યું છે. તેની જગ્યાએ બીજું કોઈ નહીં, પણ ભારતનો જ પેસ-સેન્સેશન જસપ્રીત બુમરાહ ફરી બિરાજમાન થઈ ગયો છે. બુમરાહ અવ્વલ નંબરે અને અશ્વિન બીજા નંબર પર છે.
આ પણ વાંચો :અશ્વિને 11મો મૅન ઑફ ધ સિરીઝ (એમઓએસ) અવૉર્ડ જીતીને વિશ્વવિક્રમની કરી બરાબરી, મુરલીથી ક્યાંય ચડિયાતો છે
રવીન્દ્ર જાડેજાએ આ લિસ્ટમાં છઠ્ઠું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે કુલદીપ યાદવ 16મા નંબરે છે.
બુમરાહે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કુલ છ વિકેટ લીધી હતી. બોલર્સના લિસ્ટમાં બુમરાહ અને અશ્વિન પછી ત્રીજા સ્થાને ઑસ્ટ્રેલિયાનો જૉશ હૅઝલવૂડ છે.
બુમરાહ આ વર્ષના ફેબ્રુઆરીમાં પહેલી વાર ટેસ્ટમાં નંબર-વન બન્યો હતો. ત્યારે ટેસ્ટ-બોલર્સના રૅન્કિંગમાં અવ્વલ સ્થાન મેળવનાર તે ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો હતો. અગાઉ ભારતીય ફાસ્ટ ટેસ્ટ બોલર્સમાં સૌથી ઊંચી રૅન્ક મેળવનાર કપિલ દેવ હતા જેઓ 1979માં નંબર-ટૂ હતા.
લેફ્ટ-હૅન્ડ બૅટર યશસ્વી જયસ્વાલ ફક્ત 11 ટેસ્ટ રમીને બૅટર્સના રૅન્કિંગમાં ત્રીજા નંબર પર આવી ગયો છે.
વિરાટ કોહલી ટેસ્ટના બૅટર્સમાં ફરી ટૉપ-10માં આવી ગયો છે. કાનપુરની બીજી ટેસ્ટમાં તેણે ફક્ત 47 અને 29 રન બનાવ્યા હતા, પરંતુ છ ડગલાં આગળ આવીને છઠ્ઠા નંબર પર આવી ગયો છે.
ટેસ્ટના ટૉપ-ટેન બોલર્સ
રૅન્ક | બોલર | પૉઇન્ટ |
1 | બુમરાહ | 870 |
2 | અશ્વિન | 869 |
3 | હૅઝલવૂડ | 847 |
4 | કમિન્સ | 820 |
5 | રબાડા | 820 |
6 | જાડેજા | 809 |
7 | લાયન | 801 |
8 | પ્રભાત | 801 |
9 | જૅમિસન | 714 |
10 | આફ્રિદી | 709 |
ટેસ્ટના ટૉપ-ટેન બૅટર્સ
રૅન્ક | બૅટર | પૉઇન્ટ |
1 | રૂટ | 899 |
2 | વિલિયમસન | 829 |
3 | યશસ્વી | 792 |
4 | સ્મિથ | 757 |
5 | ખ્વાજા | 728 |
6 | વિરાટ | 724 |
7 | રિઝવાન | 720 |
8 | લબુશેન | 720 |
9 | રિષભ પંત | 718 |
10 | મિચલ | 718 |