ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટેસ્ટનો બીજો દિવસ ધોવાયો, મેદાન સૂકવવા કરવી પડી આ કામગીરી…

નોઇડાઃ નોઇડા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચનો બીજો દિવસ પણ ખરાબ આઉટફિલ્ડના કારણે રદ્દ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ મેચ શરૂ થયાને બે દિવસ થઇ ગયા છે, પરંતુ ગ્રાઉન્ડ ભીનું હોવાના કારણે ટોસ પણ થઇ શક્યો નથી.
આ પણ વાંચો : BCCIએ દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે જાહેર કરી ટીમો…
નોઈડા ક્રિકેટ સ્ટેડિયમની સ્થિતિ એટલી ખરાબ છે કે બે દિવસ સુધી ટોસ પણ થઈ શક્યો નથી. પ્રથમ દિવસે સ્ટેડિયમની વ્યવસ્થા એટલી ખરાબ હતી કે ઝરમર વરસાદ છતાં ખરાબ આઉટફિલ્ડના કારણે મેચ રદ્દ કરવી પડી હતી.
બિનઅનુભવી સ્ટાફ જોઈને અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ ટીમના કોચ એકદમ નાખુશ જણાતા હતા. એક અફઘાન અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું કે તેઓ અહીં ફરી ક્યારેય આવશે નહીં. ખેલાડીઓ પણ અહીંની સુવિધાઓથી નાખુશ છે.
મંગળવારે નોઈડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભીના આઉટફિલ્ડને કારણે એક પણ બોલ ફેંકાયા વિના રમત રદ કરવામાં આવી હતી. આખા દિવસ દરમિયાન અનેક વાર નિરીક્ષણ કરાયું હતું પરંતુ આખરે બપોરે 3:04 વાગ્યે રમત રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : રાહુલ દ્રવિડે બ્લેન્ક ચેકની ઓફર ફગાવી દીધી, કારણ જાણીને દ્રવિડ પ્રત્યે માન વધી જશે
પહેલા દિવસની જેમ ટેસ્ટના બીજા દિવસે પણ વરસાદ પડ્યો ન હતો. પરંતુ રાત્રે શહેરમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. આઉટફિલ્ડને સૂકવવા માટે આધુનિક સુવિધા ન હતી જેના કારણે ઇલેક્ટ્રીક પંખા લાવવામાં આવ્યા હતા. પરંતુ અમ્પાયરોને લાગ્યું કે મેદાન રમવા માટે યોગ્ય નથી.