ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ રદ! હવે આ ટીમ સામે રમશે ODI-T20I સિરીઝ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસ પર છે, ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે, આ સિરીઝની પંચમી અને છેલી મેચ 31 જુલાઈ થી 4 ઓગસ્ટ સુધી રમાશે. ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસે જવાની હતી, હવે આ શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે, તેના બદલે ભારતીય ટીમ શ્રીલંકા સામે રમશે.
ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ત્રણ ODI અને ત્રણ T20I મેચની સિરીઝ રમવાની હતી. જોકે, પરંતુ હવે ભારતીય ટીમ શ્રીલંકા સાથે ત્રણ ODI અને ત્રણ T20I મેચની સિરીઝ રમશે. અહેવાલ મુજબ શ્રીલંકા સામેની સિરીઝનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે નહીં, એ વાત નક્કી છે. માટે ભારતીય પાસે ઘણો ખાલી સમય રહેશે. બીજી તરફ, જુલાઈ અને ઓગસ્ટમાં લંકા પ્રીમિયર લીગ યોજાવાની હતી, જે હવે રદ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, શ્રીલંકાની ટીમ પાસે પણ આંતરરાષ્ટ્રીય મેચો નથી. તેથી, ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝનું આયોજન મુશ્કેલ નહીં રહે.
આપણ વાંચો: વિઆન, તારે લારાનો 400 રનનો રેકૉર્ડ તોડવો જોઈતો હતો, તેં ભૂલ કરી: ક્રિસ ગેઈલ
BCCI અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જો બંને બોર્ડ સંમત થાય તો ટૂંક સમયમાં આ સિરીઝનું શેડ્યુલ જાહેર કરવામાં આવી શકે છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે છેલ્લી ODI અને T20 સિરીઝ વર્ષ 2024 માં રમાઈ હતી. ત્યારબાદ T20 સિરીઝ ટીમ ઈન્ડિયાએ જીતી હતી, જ્યારે ODI સિરીઝ શ્રીલંકાએ જીતી હતી.