એશિયા કપ વિજેતા ટીમ ઈન્ડિયા આવશે અમદાવાદમાં, 2 ઓક્ટો.થી વેસ્ટ ઈન્ડીઝ સામે મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ…

અમદાવાદઃ ટીમ ઈન્ડિયાએ 28 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઈનલમાં કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને 5 વિકેટે ધૂળ ચટાડી હતી. દુબઈમાં રમાયેલી ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું હતું.
હવે ટીમ ઈન્ડિયાની નજર ફરી ટેસ્ટ સિરીઝ પર કબજો જમાવવાની રહેશે. 2 ઓક્ટોબરથી અમદાવાદમાં વેસ્ટ ઈન્ડીઝ સામે ઘરઆંગણાની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભારતના પ્લેયર્સ આવતીકાલે દુબઈથી સીધા અમદાવાદ આવશે.
એશિયા કપ વિજેતા ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ આવતીકાલે 30 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે દુબઈથી સીધા અમદાવાદ એરપોર્ટ પર ઊતરશે, ત્યાંથી ભારતીય ટીમના ખેલાડીઓ શહેરની આઈટીસી નર્મદા હોટેલ જવા રવાના થશે. ભારતીય ટીમ દર વખતની જેમ આ વખતે પણ આઈટીસી નર્મદામાં ઊતરી રહી છે.
આ ખેલાડીઓમાં ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ, લોકલ બોય જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ આવશે, તેમની સાથે હેડ કોચ ગૌતમ ગંભીર અને અન્ય સપોર્ટ સ્ટાફ પણ જોડાઈ જશે. તેઓ ટેસ્ટ ટીમમાં સિલેક્ટ થયેલા ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ માટે જોડાશે.
આ પણ વાંચો…વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો: અલ્ઝારી જોસેફ ભારત સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર…