IPL 2024સ્પોર્ટસ

ભારત-બાંગ્લાદેશની મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો…

પુણેઃ પુણેમાં રમાઈ રહેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડકપ-2023ની 17મી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક માઠા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો છે. જોકે, તેને કેવી અને કેટલી ઈજા થઈ છે એ અંગેની તપાસ હજી કરાઈ રહી છે.

બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાન્તોનેએ ટોસ જિતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશની ઈનિંગની નવમી ઓવરના ત્રીજા બોલ પર લિટન દાસ સ્ટ્રેઈટ શોટ રમ્યો હતો અને હાર્દિકે આ શોટને પગથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના પગમાં વધારે પડતું સ્ટ્રેચિંગ થઈ ગયું હતું અને તે ઈજાગ્રસ્ત થયો હતો.

મેડિકલ ટીમ હાર્દિક પંડ્યાને ઓબ્ઝર્વ કરી રહી છે અને ત્યાર બાદ જ જાણી શકાશે કે હાર્દિકની આ ઈજા કેટલી ગંભીર છે. હાર્દિક પંડ્યા બોલિંગ કરવા માટે ઊભો થયો હતો, પરંતુ તે દોડી શક્યો નહોતો અને હાર્દિકને બહાર જવું પડ્યું હતું. તેની જગ્યાએ આ ઓવર વિરાટ કોહલીએ પૂરી કરી હતી.

જો હાર્દિક પંડ્યાની આ ઈજા ગંભીર હશે તો તે આજની મેચ માટે ટીમ ઈન્ડિયાને પડેલો એક મોટો ફટકો ગણાશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત