સ્પોર્ટસ

કોહલીની 45 મિનિટ બૅટિંગ, બુમરાહે પણ પસીનો પાડ્યો: ટેસ્ટ-મૅચનું કાઉન્ટડાઉન શરૂ…

ગંભીરનું ઘરઆંગણે પહેલી વાર ટીમ ઇન્ડિયાને કોચિંગ, મૉર્ની મૉર્કલનું બોલર્સને પ્રશિક્ષણ

ચેન્નઈ: બાંગ્લાદેશ સામે અહીં ગુરુવાર, 19મી સપ્ટેમ્બરે સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થઈ રહી છે અને એ માટે ગુરુવારથી જ ભારતીય ખેલાડીઓએ સઘન પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી. બૅટિંગ સુપરસ્ટાર વિરાટ કોહલીએ એકધારી 45 મિનિટ સુધી બૅટિંગ કરી હતી, જ્યારે પેસ બોલર જસપ્રીત બુમરાહે પણ ઘણી બોલિંગ કરી હતી.

આ પણ વાંચો : રોહિતે અડધી રાત્રે આ ખેલાડીને મેસેજ કરીને રૂમમાં બોલાવ્યો… પૂર્વ ક્રિકેટરે કર્યો ખુલાસો

ભારતીય ટેસ્ટ ટીમના મોટા ભાગના ખેલાડીઓએ શુક્રવારે ચેપૉક ખાતેના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમના ઇન્ડોર પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લીધો હતો.

ભારત ક્યારેય બાંગ્લાદેશ સામે ટેસ્ટ નથી હાર્યું એટલે રોહિત શર્મા ઍન્ડ કંપનીએ એ પરંપરા જાળવવાની છે. બીજું, નજમુલ શૅન્ટોના સુકાનમાં બાંગ્લાદેશની ટીમ રાવલપિંડીમાં પાકિસ્તાન સામે ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝ 2-0થી જીતીને ભારત આવી હોવાથી ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશની ટીમ સામે આ વખતે વધુ સાવચેત રહેવું પડશે.

હેડ-કોચ ગૌતમ ગંભીર ઘરઆંગણે પહેલી વાર ટીમ ઇન્ડિયાને કોચિંગ આપશે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મૉર્ની મૉર્કલની બોલિંગ-કોચ તરીકે નિયુક્તિ થઈ છે અને તે ભારતીય ટીમના બોલર્સને પ્રશિક્ષણ આપશે. ટીમના બોલર્સમાં બુમરાહ ઉપરાંત મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને યશ દયાલ તેમ જ આર. અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ તથા કુલદીપ યાદવ સામેલ છે.

અભિષેક નાયર હેડ-કોચ ગૌતમ ગંભીરનો સહાયક કોચ છે.

કોહલી ગુરુવારે વહેલી સવારે લંડનથી સીધો ચેન્નઈ પહોંચ્યો હતો, જ્યારે રોહિત શર્મા રાત્રે આવ્યો હતો. રોહિત યલો જર્સીમાં હતો.

બુમરાહ, કે. એલ. રાહુલ તેમ જ વિકેટકીપર-બૅટર રિષભ પંત પણ એકસાથે આવી પહોંચ્યા હતા.

બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાની પ્રૅક્ટિસની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની સાથે લખ્યું હતું, ‘કાઉન્ટડાઉન શરૂ…ટીમ ઇન્ડિયાની રોમાંચક હોમ-સીઝન માટેની પ્રૅક્ટિસ શરૂ થઈ ચૂકી છે.’

્એક તસવીર હેડ-કોચ ગંભીરની હતી જેમાં તમામ ખેલાડીઓ તેને તેમ જ સપોર્ટ સ્ટાફ અને કૅપ્ટન રોહિત શર્માના સલાહ-સૂચનો સાંભળી રહ્યા હતા.

બૅટર સરફરાઝ ખાન દુલીપ ટ્રોફીમાં ઇન્ડિયા-બી ટીમ વતી રમે છે અને તે આંધ્ર પ્રદેશના અનંતપુરની એ મૅચ રમ્યા બાદ ચેન્નઈ પહોંચશે.

ભારતીય ક્રિકેટર્સ દોઢ મહિને પાછા રમવા આવી રહ્યા છે. એ પહેલાં, ઑગસ્ટની શરૂઆતમાં ભારતીયોએ શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં પરાજય જોયો હતો. ગંભીરની હેડ-કોચ તરીકે એ ટી-20 પછીની બીજી સિરીઝ હતી.

ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના ટેબલમાં મોખરે છે, પરંતુ આગામી 10 ટેસ્ટનું મિશન ભારત માટે મોટી પરીક્ષા સમાન છે. બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ બાદ ઘરઆંગણે ત્રણ ટેસ્ટ રમાશે અને પછી ભારતીયો પાંચ ટેસ્ટની સિરીઝ રમવા ઑસ્ટ્રેલિયા જશે.

આ પણ વાંચો : કોહલી 58 રન બનાવશે એટલે 147 વર્ષના ઇતિહાસમાં તેના નામે લખાશે અનોખો વિક્રમ

બાંગ્લાદેશ ડબ્લ્યૂટીસીના ટેબલમાં ચોથા નંબર પર આવી ગયું છે. તેમની સામેની ભારતની બીજી ટેસ્ટ 27મી સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker