રવિવારની મેચ માટે આ સ્પેશિયલ ટ્રેઈનિંગ લઈ રહી છે ટીમ ઈન્ડિયા, વીડિયો થયો વાઈરલ…

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડકપ-2023માં ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને હવે તે એની આગામી મેચ રવિવારે ઈંગ્લેન્ડ સામે રમવાની છે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ જિતવી ખૂબ જ મહત્ત્વની છે અને એટલે જ ટીમ ઈન્ડિયા સ્પેશિયલ ટ્રેઈનિંગ લઈ રહી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં વર્લ્ડકપમાં ભારતીય ટીમ પાંચ મેચ રમી ચૂકી છે અને એ દરેક મેચમાં જીત પણ હાંસિલ કરી છે. હવે 29મી નવેમ્બરના ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે મેચ રમવા જઈ રહી છે. દરમિયાન ટીમના કેટલાક ખેલાડીઓના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયો ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે.
રવિવારે ઈંગ્લેન્ડ સામે રમાનારી મહત્ત્વની મેચ પહેલાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મેચ માટે અલગ-અલગ રીતે પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમના ખેલાડીઓ સાંજે 6થી 9 વાગ્યાની વચ્ચે ઝાંખા પ્રકાશમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. પ્રેકિટસ સેશનમાં દરેક ખેલાડીઓ ભાગ લીધો હતો. જોકે આ ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓના ફોટા, વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતી જોવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જમણા હાથને બદલે ડાબા હાથથી બોલિંગ કરી હતી તો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જમણા હાથથી બોલિંગ કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિરાટ કોહલીએ પણ નેટ્સમાં રોહિત સામે બોલિંગ કરી હતી. જોકે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કોઈ સ્ટ્રેટેજી, ખાસ કારણોનુસાર કે પછી માત્ર એમને એમ જ રિવર્સ પ્રેક્ટિસ કરી હતી એની સત્તાવાર માહિતી મળી શકી નહોતી.
ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડને હરાવીને વર્લ્ડકપ-2023માં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 20 વર્ષ બાદ ICC ટુર્નામેન્ટમાં હરાવ્યું હતું. ભારત આ વખતે ચેમ્પિયન બનવા માટે સખત મહેનત કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ તેની છઠ્ઠી મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમશે.