ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન
Team India: ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરિઝ અને સાઉથ આફ્રિકા સામે રમાનારી T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સાઉથ આફ્રિકા સામે આગામી ટી20 સીરીઝમાં મયંક યાદવ અને શિવમ દુબેને ઈજાના કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ટી20 ટીમમાં અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા એમ બે ગુજરાતી ક્રિકેટરને સ્થાન મળ્યું છે.
સાઉથ આફ્રિકા સામે ટી20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જિતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર, આવેશ ખાન, યશ દયાલ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા નવેમ્બરમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં કેએલ રાહુલને પણ ટીમ ઈન્ડિયામાં તક મળી છે. રાહુલ તાજેતરમાં તેના ખરાબ પ્રદર્શનને કારણે ચર્ચામાં છે. જસપ્રીત બુમરાહ ટીમનો વાઇસ કેપ્ટન હશે. ટીમ ઈન્ડિયાએ અભિમન્યુ ઈશ્વરન અને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપી છે. નીતિશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. ટેસ્ટ ટીમમાં પણ જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા એમ બે ખેલાડીને સ્થાન મળ્યું છે. મોહમ્મદ શમીનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુબમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર
રિઝર્વ ખેલાડીઃ મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહમદ