સ્પોર્ટસ

‘T20 વર્લ્ડકપ જીત બાદ સૌથી વધુ પાર્ટી કોણે કરી?’ રોહિત શર્માએ કપિલ શર્માના શોમાં આપ્યો જવાબ

મુંબઈ: કમેડીયન કપિલ શર્માના ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ (The Great Indian Kapil Show)ની બીજી સીઝન શરુ થઇ ગઈ છે. આ સિઝનના તેના બે એપિસોડ Netflix પર પ્રસારિત થઇ ચુક્યા છે. આ સિઝનનો ત્રીજો એપિસોડ 5 ઓક્ટોબરના રોજ નેટફ્લિક્સ પર પ્રસારિત થશે. આ એપિસોડમાં કપિલ શર્મા ભારતના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા(Rohit Sharma), શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ કપિલ સાથે મસ્તી મજાક કરતો જોવા મળશે. ભારતીય ક્રિકેટના ચાહકો આ એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ત્રીજા એપિસોડનો પ્રીવ્યૂ રિલીઝ કરવામાં આવ્યો છે. આ તમામ ક્રિકેટર્સ T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયન ટીમના સભ્યો હતાં. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. T20 વર્લ્ડ કપના અંત સાથે રોહિતે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

આ દરમિયાન અર્ચના પુરણ સિંહે પૂછ્યું કે ટીમ ઈન્ડિયાનો ગજની કોણ છે? આના પર રોહિત શર્મા કહે છે- આ મારું ટાઈટલ મારા નામે છે. આ જવાબ સાંભળીને અન્ય ખેલાડીઓ હસવા લાગે છે.

કપિલ શર્માએ પૂછ્યું કે T20 વર્લ્ડ કપ 2024 પછી સૌથી વધુ પાર્ટી કોણે કરી? આ પ્રશ્નના જવાબમાં પણ રોહિતનું જ નામ આવ્યું.

આ શોની પ્રથમ સિઝનમાં પણ રોહિત શર્મા જોવા મળ્યો હતો, તેની સાથે શ્રેયસ અય્યર પણ આ શોમાં હાજર રહ્યો હતો. રોહિત-શ્રેયસ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ ખતમ થયા બાદ શોમાં પહોંચ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button