સ્પોર્ટસ

ધમાકેદાર ધોનીઃ માહીનો નવો લૂક ફિલ્મસ્ટારને પણ ઝાંખા પાડી દે તેવો, જોયો કે નહીં?

MS Dhoni: ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન એમ એસ ધોની ક્રિકેટ સિવાય અન્ય કારણોસર પણ ખબરોમાં રહે છે. આ વખતે ધોની તેની નવી હેર સ્ટાઇલને લઇ સમાચારમાં છે. ક્રિકેટમાંથી સંન્યાસ બાદ ધોની હાલ માત્ર આઈપીએલમાં જ રમે છે, તેથી તેના ચાહકો હંમેશા તેની બેટિંગ જોવા આતુર હોય છે. ધોની આમ તો તેના શાંત સ્વભાવ માટે જાણીતો છે પણ સ્ટાઈલ મામલે કોઈથી પાછળ નથી. ધોનીનો લૂક હંમેશાથી ચર્ચામાં રહે છે અને માહીએ ફરી એક વખત તેનો લૂક બદલીને આશ્ચર્યમાં નાંખી દીધા છે.

આ પણ વાંચો : Dhoni પહેરે છે આ ખાસ બેન્ડ, ફાયદા જાણશો તો…

ધોની જ્યારે ભારતીય ટીમમાં આવ્યો ત્યારે તેના વાળ લાંબા હતા. તેના વાળના પ્રશંસક પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પણ હતા. સમયની સાથે ધોનીએ તેના લૂકમાં પણ બદલાવ કર્યો છે. ધોનીના અત્યાર સુધીમાં અનેક લૂક આવી ગયા છે અને દરેક વખતે શાનદાર લાગે છે. ધોનીનો નવો લૂક સામે આવ્યો છે.

આઈપીએલ ફ્રેન્ચાઇઝી સીએસકેએ તસવીર કરી પોસ્ટ

ધોની આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે અને તેની કેપ્ટનશિપમાં 5 વખત ટીમને જીતાડી ચૂક્યો છે. ધોનીની આ ફ્રેન્ચાઇઝીએ તેના નવા લૂકની તસવીર પોસ્ટ કરી છે. ધોનીએ તેના વાળ વધારે ટૂંકા નતી કરાવ્યા પરંતુ હેર સ્ટાઇલ બદલી છે. માહીએ વાળને કલર પણ કરાવ્યો છે. લીલા રંગના ચશ્મા પહેરીને ધોની આ ફોટોમાં શાનદાર લાગી રહ્યો છે. ફ્રેન્ચાઇઝીએ તેનું કેપ્શન આપ્યું છે એક્સ્ટ્રીમ કૂલ.

https://twitter.com/CSKFansOfficial/status/1844983328203538543

ધોનીની કેવી છે આંતરરાષ્ટ્રીય અને આઈપીએલ કરિયર

ધોનીએ 2005 થી 2014 દરમિયાન 90 ટેસ્ટમાં 4876 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 33 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 2004 થી 2019 દરમિયાન 350 વન ડેમાં 10 સદી સાથે 10,773 રન બનાવ્યા છે. જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20 ઈન્ટરનેશનલમાં 98 મેચમાં 1282 રન બનાવ્યા છે. ધોની આઈપીએલમાં 2008થી રમી રહ્યો છે. તેણે આઈપીએલની અત્યાર સુધીમાં 264 મેચમાં 5242 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 84 રન નોટઆઉટ છે.
આઈપીએલમાં આ વખતે મેગા ઓક્શન થશે. તેની પહેલાં દરેક ટીમે રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવું પડશે. ધોની ટે આ વખતે આઈપીએલમાં નિયમ પણ બદલવામાં આવ્યા છે. અનકેપ્ટ પ્લેયરવાળા નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button