ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા જવા રવાના, રવિવારથી ટવેન્ટી-20 સિરીઝ શરુ થશે
બેંગલુરુઃ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ હતી. 10મી ડિસેમ્બરના રવિવારથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટવેન્ટી-20 સીરિઝની શરૂઆત થશે. આ પછી વનડે અને ટેસ્ટ શ્રેણી રમાશે. હવે ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ દક્ષિણ આફ્રિકા માટે રવાના થઈ ગઈ છે, જેમાં ટી-20 ટીમના મોટાભાગના ખેલાડીઓ હાજર છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા માત્ર ટેસ્ટ ટીમનો છે જેથી તેઓ બાદમાં સાઉથ આફ્રિકા જવા રવાના થશે.
આ સિવાય એવા ખેલાડીઓ પણ રવાના થયા હતા જે ત્રણેય ફોર્મેટની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે, જેમાં ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને શ્રેયસ ઐય્યરનો સમાવેશ થાય છે. આ સિવાય ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને રાહુલ દ્રવિડના નેતૃત્વમાં કોચિંગ સ્ટાફ બેચમાં હાજર છે. ભારતીય ખેલાડીઓએ બેંગલુરુના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.
ભારતની ‘એ’ ટીમ સહિત કુલ 47 ખેલાડીઓ આફ્રિકા પ્રવાસ માટે જશે. ટી20 શ્રેણીમાં ભારતની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ ટી-20 સીરિઝ પછી સ્વદેશ પરત ફરશે.