સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાને મળ્યા વધુ બે સહાયક કોચ, ચીફ કોચે કરી જાહેરાત

મુંબઇઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની પસંદગી કરવામાં આવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમને બે નવા સહાયક કોચ પણ મળ્યા છે. મુખ્ય કોચ બન્યા બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી રહેલા ગૌતમ ગંભીર (Gautam Gambhir)એ આ જાણકારી આપી હતી. સહાયક કોચ તરીકે શ્રીલંકા પ્રવાસ પર ગયેલા અભિષેક નાયર અને રેયાન ટેન ડોશેટ (Abhishek Nair, Ryan Ten Douchet) અગાઉ ગૌતમ ગંભીર સાથે પણ કામ કરી ચૂક્યા છે.

પ્રથમ પત્રકાર પરિષદમાં ગૌતમ ગંભીરે કોચિંગ સ્ટાફ વિશે મહત્વની માહિતી આપી હતી. ગંભીરે જણાવ્યું હતું કે પૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર અને રેયાન ટેન ડોશેટ શ્રીલંકા પ્રવાસમાં સહાયક કોચની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને એશિયા કપમાં લાગ્યો મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી આખી ટૂર્નામેન્ટમાંથી બહાર

ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સાઈરાજ બહુતુલે શ્રીલંકા પ્રવાસ પર વચગાળાના બોલિંગ કોચની ભૂમિકામાં હશે. ટી. દિલીપ ફિલ્ડિંગ કોચ તરીકે શ્રીલંકા જશે. ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમમાં ટી. દિલીપ પણ આ જ ભૂમિકામાં હતા. માનવામાં આવે છે કે તેમનો કાર્યકાળ લંબાવવામાં આવશે.

ગૌતમ ગંભીરે કહ્યું હતું, ‘હાલમાં કોચિંગ સ્ટાફનો સાર આ જ છે. શ્રીલંકાનો પ્રવાસ પૂરો થયા બાદ અમે તેને અંતિમ સ્વરૂપ આપીશું. ભારત-શ્રીલંકા સીરિઝ પછી અમારી પાસે સમય હશે. અભિષેક (નાયર) સહાયક કોચ છે અને રેયાન ટેન ડોશેટ પણ સહાયક કોચ છે. આશા છે કે બંને તેમની નવી ભૂમિકામાં સફળ થશે. સાઈરાજ બહુતુલે અને ટી. દિલીપ ટીમ સાથે જઈ રહ્યા છે. રેયાન ટેન ડોશેટ કોલંબોમાં ટીમ સાથે જોડાશે.

નોંધનીય છે કે અભિષેક નાયર અને રેયાન ટેન ડોશેટ આઇપીએલ 2024 દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સના કોચિંગ સ્ટાફના સભ્ય હતા. નાયર કેકેઆરના આસિસ્ટન્ટ કોચ હતા અને ડોશેટ ફિલ્ડિંગ કોચ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button