સ્પોર્ટસ

દિલ્હી એરપોર્ટ પર Team India ના સ્ટાર બેટ્સમેન સાથે ગેરવર્તન, છૂટી ગઈ ફ્લાઇટ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગોના સ્ટાફ સાથે ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. ડાબોડી બેટ્સમેને સોશિયલ મીડિયા પર ઘટના અંગે આપવીતી જણાવીને સ્ટાફના વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કાઉન્ટર મેનેજર સામ ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું કે, આવો ખરાબ અનુભવ પહેલાં ક્યારેય થયો નહોતો.

અભિષેક શર્મા સાથે શું થયું

અભિષેક શર્મા અનુસાર, તેઓ સમયસર કાઉન્ટર પર પહોંચ્યા હતા પરંતુ કાઉન્ટર મેનેજરે તેમને કારણ વગર બીજા કાઉન્ટર પર જવા કહ્યું હતું. આ કારણે તેમની ફ્લાઇટ છૂટી ગઈ હતી. તેમણે ખાસ કરીને કાઉન્ટર મેનેજર સુષ્મિતા મિત્તલના વ્યવહારને અસહનીય ગણાવ્યો હતો.

આપણ વાંચો: અભિષેક શર્માએ ઉર્વિલ પટેલના ભારતીય વિક્રમની રાજકોટમાં આઠ જ દિવસમાં બરાબરી કરી

અભિષેકે જણાવ્યું, તેને એક દિવસની રજા હતી. જે ફ્લાઇટ છૂટી જવાના કારણે બરબાદ થઈ ગઈ હતી. આ ઉપરાંત ઈન્ડિગો તરફથી કોઈ મદદ ન મળી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે આને પોતાનો કોઇપણ એરલાઇનનો સૌથી ખરાબ અનુભવ ગણાવ્યો હતો.

ઈંગ્લેન્ડ સામે સીરિઝમાં રમશે અભિષેક

અભિષેક શર્માની તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટી20 સીરિઝમાં પસંદગી થઈ છે. તે સંજુ સેમસન સાથે ભારતીય ઈનિંગની શરૂઆત કરશે. અભિષેકે તાજેતરમાં જ શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજાર ટ્રોફીમાં સારો દેખાવ કર્યો હતો.

આપણ વાંચો: Ind Vs Zim: કૅચ છૂટ્યા પછી મને થયું કે આ દિવસ તો મારો જ છે: અભિષેક શર્મા

કેવી છે કરિયર

અભિષેક શર્મા અત્યાર સુધીમાં ભારતીય ટીમ તરફથી 12 ટી 20 ઈન્ટરનેશલ રમ્યો છે. જેમાં તેણે 256 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 100 રન અને સ્ટ્રાઇક રેટ 171.8 છે. જ્યારે આઈપીએલની 63 મેચમાં તેણે 155.2ના સ્ટ્રાઇક રેટથી 1377 રન ફટકાર્યા છે. આઇપીએલમાં સર્વોચ્ચ સ્કોર 75 રન નોટ આઉટ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button