સ્પોર્ટસ

કોલકાતાની ચેસ ટૂર્નામેન્ટમાં વિશ્વના બે સર્વોચ્ચ ખેલાડીની ગેરહાજરી…

કોલકાતાઃ અહીં બુધવારે (સાતમી જાન્યુઆરીએ) ટાટા સ્ટીલ ચેસ ઇન્ડિયા રૅપિડ ઍન્ડ બ્લિટ્ઝ ઓપન ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે, પણ એમાં હાલના બે સર્વોચ્ચ ખેલાડીઓની ગેરહાજરી વર્તાશે. ભારતનો વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશ (GUKESH) તેમ જ વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન (CARLSEN) આ સ્પર્ધામાં ભાગ નથી લઈ રહ્યા.

જોકે પીઢ ખેલાડી અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદ, અર્જુન એરીગૈસી, આર. પ્રજ્ઞાનાનંદ તથા વિદીત ગુજરાથી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

PTI

કાર્લસન રૅપિડ તથા બ્લિટ્ઝ બન્નેમાં વિજેતા થઈ ચૂક્યો છે, પણ આ વખતે તે નથી રમવાનો. ગઈ સીઝનમાં રૅપિડમાં ચૅમ્પિયન બનેલા ઍલેક્સાન્ડ્રા ગૉર્યાચ્કિના તથા બ્લિટ્ઝ વિજેતા કેટરિના લૅગ્નો તેમ જ ખાસ કરીને મહિલાઓની વર્લ્ડ કપ વિજેતા નાગપુરની દિવ્યા દેશમુખ આ વખતે મહિલા વર્ગમાં સ્ટાર અટ્રૅક્શન છે.

PTI

ભારતના અર્જુન એરીગૈસીએ તાજેતરમાં દોહાની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં રૅપિડ અને બ્લિટ્ઝ બેઉમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધા હતા અને તે કોલકાતાની ઇવેન્ટ જીતવા માટે ફેવરિટ છે.

વિશ્વનાથન આનંદ (ANAND) છ વર્ષે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. તેણે આ વખતે ભારતીયો સહિતના વિશ્વના કેટલાક ટોચના ખેલાડીઓના પડકાર ઝીલવા પડશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button