ફાઈનલમાં ‘વિજયી’ પ્રદર્શન કરનારા તિલક વર્માએ પાકિસ્તાનના ખેલાડીઓ માટે શું કહ્યું, જાણો?

દુબઈઃ એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવવામાં ભારતીય બેટ્સમેન તિલક વર્માએ મહત્વની ભૂમિકા નિભાવી હતી, જ્યારે તિલક વર્મા એશિયા કપ ફાઇનલ દરમિયાન ક્રીઝ પર આવ્યો ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ તેના પર ખૂબ ટિપ્પણીઓ કરી હતી, જેનાથી ભારતીય બેટ્સમેનને તેમના કારકિર્દીની સૌથી શાનદાર ઇનિંગ્સ રમવાની પ્રેરણા મળી હતી.
શરૂઆતની ઓવરોમાં વિકેટ પડવાને કારણે ભારતીય ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી. બંને ટીમો વચ્ચેના તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે તિલક પર પાકિસ્તાની ખેલાડીઓએ ખૂબ ટિપ્પણીઓ કરી હતી, પરંતુ તેણે પોતાનો સંયમ જાળવી રાખ્યો અને ભારે દબાણ હેઠળ શાનદાર બેટિંગ કરી હતી.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા ‘ચેમ્પિયન’ બન્યા પછી સૂર્યકુમાર યાદવે દિલ જીતનારું આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?
તિલકે ટીમના સાથી શિવમ દુબે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું બેટથી જવાબ આપવા માંગતો હતો. તેઓ ઘણું બધું કહી રહ્યા હતા અને હું ફક્ત મારા બેટથી જવાબ આપવા માંગતો હતો. હવે તેઓ મેદાન પર દેખાતા નથી.
દુબે અને તિલક વચ્ચે પાંચમી વિકેટ માટે 60 રનની ભાગીદારીએ ભારતને એશિયા કપ જીતવામાં મદદ કરી હતી. તિલક 53 બોલમાં 69 રન કરીને અણનમ રહ્યો હતો. તિલકે કહ્યું કે સ્ટેડિયમના વાતાવરણે તેમને આટલી મોટી મેચમાં સારું પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી.
આ પણ વાંચો: ભારતીય ખેલાડીઓને એશિયા કપ ટ્રોફી મળી ગઈ! સુર્યા એન્ડ કંપનીએ આ રીતે નકવીની મજાક ઉડાવી
દુબેએ 33 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેણે કહ્યું હતું કે, “મારી બોલિંગ ઘણી મહેનત અને ભારતીય ટીમના સમર્થકોની પ્રાર્થનાનું પરિણામ છે. મને મેનેજમેન્ટ દ્વારા ઘણો ટેકો અને આત્મવિશ્વાસ આપવામાં આવ્યો છે. તે એક મહત્વપૂર્ણ મેચ હતી અને મને એક મોટી તક મળી હતી.