ટીમ ઈન્ડિયા ‘ચેમ્પિયન’ બન્યા પછી સૂર્યકુમાર યાદવે દિલ જીતનારું આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

એશિયા કપ 2025ના ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને નવમી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. આ જીતે દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું, આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતી ટીમને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી, જ્યારે PMની આ ટ્વીટમાં તેમણે આ જીતને ઓપરેશન સિંદૂર સાથે જોડી હતી. ભારતની જીત બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે લોકોનું દિલ જીતી લેનારું નિવેદન પણ આપ્યું હતું. આ જીત માત્ર રમતની નહીં, પરંતુ રાષ્ટ્રીયનું ગૌરવ પણ બની ગઈ છે.
lang=”en” dir=”ltr”>I have decided to donate my match fees from this tournament to support our Armed Forces and the families of the victims who suffered from the Pahalgam terror attack. You always remain in my thoughts ; Surya Kumar Yadav (@surya_14kumar) September 28, 2025
ભારતની જીત અને ટ્રોફી વિવાદ
ભારતીય ટીમના તિલક વર્માની જોરદાર હાફ સદીથી પાકિસ્તાનને ફાઈનલમાં હરાવીને એશિયા કપ 2025 ભારતે પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં જીત મેળવ્યા બાદ ભારતે પાકિસ્તાનને હરાવવાની હેટ્રિક ફટકારી છે. પરંતુ ભારતીય ટીમે ACC અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો, જેના કારણે વિવાદ ઊભો થયો. જો કે વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને જીતને ‘ઓપરેશન સિંદૂર’ સાથે સરખાવી, ખેલાડીઓને અભિનંદન આપ્યા, જેનાથી પાકિસ્તાનમાં નારાજગીના સૂર જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ભારત સામે કારમી હાર પછી સલમાન અલી આગાએ રનર-અપનો ચેક ફેંક્યો, વીડિયો વાયરલ…
સૂર્યકુમારનું નિવેદન
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે વડા પ્રધાન મોદીના ટ્વીટનું સમર્થન કરતા કહ્યું, “જ્યારે દેશનું નેતૃત્વ ફ્રન્ટ ફૂટ પર રમે છે, ત્યારે ખેલાડીઓને પણ ખુલીને રમવાની પ્રેરણા મળે છે.” ટ્રોફી વિવાદ પર તેમણે કહ્યું, “આને હું વિવાદ નથી ગણતો. સાચી ટ્રોફી એ લોકોના દિલ જીતવાની છે, મેદાન પર ખેલાડીઓનું પરિશ્રમ અને ટીમનો પ્રયાસ એ જ અસલી ટ્રોફી છે.” તેમણે ઉમેર્યું કે આ જીતે દેશભરમાં ઉજવણીનું વાતાવરણ બનાવ્યું છે, જે ખેલાડીઓને વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરશે.
સૂર્યકુમાર યાદવે એશિયા કપની સંપૂર્ણ મેચ ફી ભારતીય સશસ્ત્ર દળો અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “મેં આ ટૂર્નામેન્ટની મારી સંપૂર્ણ મેચ ફી અમારા સશસ્ત્ર દળો અને આંતકવાદી હુમલાના પીડિતોને દાન કરવાનો નિર્ણય લીધો છે. તમે હંમેશાં મારા વિચારોમાં છો. જય હિંદ.” આ પગલાએ સૂર્યકુમારની દેશભક્તિ અને સમાજ પ્રત્યેની જવાબદારીને દર્શાવી, જેની સૌએ જોરદાર પ્રશંસા કરી હતી.
આ ઘટનાએ રમત અને રાજનીતિ વચ્ચેનું જોડાણ સ્પષ્ટ કર્યું છે. મોદીના ટ્વીટે જ્યાં ભારતીય ટીમનું મનોબળ વધાર્યું હતું, ત્યાં પાકિસ્તાનમાં તેની ટીકા થઈ રહી છે. ભારતનો ટ્રોફી લેવાનો ઇનકાર અને સૂર્યકુમારનું દાન દેશની એકતા અને ગૌરવનું પ્રતીક બન્યું. આ જીતે ભારતીય ક્રિકેટની શક્તિ અને ખેલાડીઓની દેશભક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરી છે.