સૂર્યકુમાર યાદવે રાષ્ટ્રધર્મ નિભાવ્યો! ટુર્નામેન્ટની તમામ ફી દાન કરી દેશે

દુબઈ: ગઈ કાલે રવિવારે રમાયેલી એશિયા કપ 2025 ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને પછાડીને ટાઈટલ જીત્યું. આ એક જ ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને ત્રીજી વાર ધૂળ ચટાડી, અગાઉની બંને મેચ વિવાદથી ભરેલી રહી હતી, પરંતુ ફાઈનલ મેચ બાદ સેલિબ્રેશન દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ભરતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાની મનાઈ કરી, ત્યાર બાદ ચેમ્પિયન ભારતીય ટીમને ટ્રોફી આપવામાં જ ન આવી. ભારતીય ટીમે ટ્રોફી વગર જ સેલિબ્રેશન કર્યું, પરંતુ સૌ જાણે છે કે ચેમ્પિયન ભારત જ છે. મેચ બાદ કેપ્ટન સૂર્ય કુમાર યાદવે મોટી જાહેરાત કરી.
એશિયા કપ 2025માં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે જાહેરાત કરતા કહ્યું કે તેઓ ટુર્નામેન્ટ દરમિયાન તેને મળેલી તમામ મેચ ફી ભારતીય સશસ્ત્ર દળો અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારોને મદદ કરવા માટે દાન કરી દેશે.
ICCએ આગુઆ દંડ ફટકાર્યો હતો:
નોંધનીય છે કે એશિયા કપ 2025ના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા, મેચ પહેલા પણ સૂર્ય કુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવ્યા ન હતાં. ગ્રુપ સ્ટેજની મેચ જીત્યા પછી પ્રેઝન્ટેશન દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે તે જીત ભારતીય સશસ્ત્ર દળો અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારોને સમર્પિત કરી. જોકે ત્યાર બાદ પાકિસ્તાને ICC ને આ અંગે ફરિયાદ કરી હતી. ICCએ પગલા લેતા સૂર્યકુમાર યાદવ પર તેમની મેચ ફીના 30 ટકા દંડ ફટકાર્યો હતો.
પાકિસ્તાન અને ICCને જવાબ:
ICCના દંડ છતાં સૂર્યકુમાર તેની દેશ પ્રત્યેની ફરજ પર અડગ રહ્યો છે. ફાઈનલ મેચ જીત્ય બાદ સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે તે તેની મેચ ફી દાન કરી દેશે. આ સાથે તેને પાકિસ્તાન ઉપરાંત ICCને પણ જવાબ આપ્યો છે.
X પર પોસ્ટ કરી મેચ ફી દાન કરવાની જાહેરાત કરતા સૂર્યકુમાર યાદવે લખ્યું, “મેં આ ટુર્નામેન્ટ માટે મારી મેચ ફી આપણા સશસ્ત્ર દળો અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારોને મદદ કરવા માટે દાન કરવાનો નિર્ણય લીધો છે. મારી ભાવના હંમેશા તમારી સાથે જોડાયેલી છે.