મેદાનમાં ભોંઠા પડ્યા પછી PM મોદીની ટ્વીટે પાકિસ્તાનના ઘા પર મીઠું ભભરાવ્યું! નકવી-આસીફ ભડક્યા | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025નેશનલ

મેદાનમાં ભોંઠા પડ્યા પછી PM મોદીની ટ્વીટે પાકિસ્તાનના ઘા પર મીઠું ભભરાવ્યું! નકવી-આસીફ ભડક્યા

નવી દિલ્હી: એશિયા કપમાં પાકિસ્તાને કારમી હાર મળ્યા બાદ ભારતીય ટીમે મોહસીન નકવીના હાથે ટ્રોફી નહિ સ્વીકારીને પાકિસ્તાનના આબરુના કાંકરા થયા છે. પહેલા તો સતત ત્રીજા મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની સામે જીત હાંસલ કરી છે ત્યાર બાદ જ્યારે ફાઇનલમાં જીત બાદ પાકિસ્તાનના ગૃહ પ્રધાન અને એશિયા ક્રિકેટ કાઉન્સિલના ચીફ નકવીના હાથે ટ્રોફી લેવાની વાત આવી ત્યારે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

મોહસીન નકવીએ ઘણા સમય સુધી રાહ જોઈ હતી, પરંતુ ભારતીય ટીમ આવી જ નહીં અને અંતે ભોંઠા પડેલા નકવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. પીએમ મોદીના નિવેદનથી પાકિસ્તાનના ઘણા નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું અને ટ્વીટ પર નિવેદન આપ્યું હતું.

એશિયા કપ ફાઇનલના પરિણામ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું અને લખ્યું કે, “રમતના મેદાનમાં પણ ઑપરેશન સિંદૂર ચાલુ છે અને પરિણામ એ જ આવ્યું છે – ભારતની જીત.” પીએમ મોદીના આ ટ્વીટથી અનેક પાકિસ્તાની નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાનના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો: ભારતીય ખેલાડીઓને એશિયા કપ ટ્રોફી મળી ગઈ! સુર્યા એન્ડ કંપનીએ આ રીતે નકવીની મજાક ઉડાવી

તેમના આ ટ્વીટ પર ટ્રોફી લઈને ઊભેલા મોહસિન નકવીએ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ રમતગમતની ભાવનાનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે આ રીતે રમતગમતમાં યુદ્ધને ઘસડવું યોગ્ય નથી. ભારતીય પીએમે ખેલ ભાવનાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો છે. નકવીએ આવેશમાં આવીને બફાટ કરતાં કહ્યું હતું કે ભારતે ઇતિહાસમાં હંમેશાં પાકિસ્તાન સામે હારનો સામનો કર્યો છે.

આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવે રાષ્ટ્રધર્મ નિભાવ્યો! ટુર્નામેન્ટની તમામ ફી દાન કરી દેશે

પીએમ મોદીના આ નિવેદનથી પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફના પેટમાં પણ તેલ રેડાયું હતું. તેમણે કહ્યું છે કે – ‘ક્રિકેટની સંસ્કૃતિ અને ભાવનાને નષ્ટ કરીને મોદી પોતાની રાજનીતિ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આનાથી શાંતિ અને સન્માન પુનઃસ્થાપિત થશે નહીં.’ આની સાથે જ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ભલે ભારતે એશિયા કપ જીત્યો હોય, પરંતુ પાકિસ્તાન-ભારત યુદ્ધનો સ્કોર 6-0 છે. આસિફે આરોપ લગાવ્યો કે મોદી ભારતમાં અને દુનિયામાં પણ સન્માનિત નથી.”

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button