ભારત સામે કારમી હાર પછી સલમાન અલી આગાએ રનર-અપનો ચેક ફેંક્યો, વીડિયો વાયરલ...
T20 એશિયા કપ 2025

ભારત સામે કારમી હાર પછી સલમાન અલી આગાએ રનર-અપનો ચેક ફેંક્યો, વીડિયો વાયરલ…

ભારત અને પાકિસ્તાનની વચ્ચે એશિયા કપ ભારતે જીત્યા પછી એક કરતા અનેક વિવાદો ઊભા થયા છે. સૌથી પહેલા ભારતીય કેપ્ટને મોહસીન નકવીના હાથે ટ્રોફી નહીં લઈ વિવાદ છેડ્યો હતો, ત્યારબાદ ટ્રોફી લઈને નકવી જતા રહ્યા છે એના મુદ્દે બીસીઆઈઆઈએ વિરોધ નોંધાવ્યો છે.

પરંતુ ભારત સામે હારનારી પાકિસ્તાનની ટીમ રનર અપમાં રહી છે. મેચ પત્યા પછી પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ચેક ફેંકી દીધો હતો, જેનો વીડિયો વાયરલ પણ થયો હતો.

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું, જેમાં મેચ વિનર તિલક વર્મા રહ્યો હતો. નોટ આઉટ રહીને 69 રન ફટકાર્યા હતા, જ્યારે સંજુ સેમસન અને શિવમ દુબેએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. છેલ્લી સુધી ધીરજપૂર્વક મેચ રમીને ભારતને જીતના માર્ગે પહોંચાડીને સૂર્યકુમારની બ્રિગેડે 140 કરોડ દેશવાસીઓને ખુશ કર્યા હતા.

ભારતમાં જીતની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે ભારતની આ ત્રીજી જીત હતી. મેચ પછી ટ્રોફીના સમયગાળા દરમિયાન એશિયન ક્રિકેટ કાઉન્સિલના રિપ્રેઝન્ટેટિવ તરફથી રનરઅપનો ચેક આપવામાં આવ્યો હતો, પરંતુ આગાએ ગુસ્સામાં ચેક ફેંકી દીધો હતો, જ્યારે તેના વ્યવહારની પણ સોશિયલ મીડિયા પર આકરી ટીકા કરવામાં આવી હતી.

આગાએ સ્વીકાર્યું હતું કે આ હાર અમારા માટે પીડાદાયક છે સાથે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનના બોલરની બોલિંગ પણ શાનદાર રહી હતી, પરંતુ બેટિંગમાં અમારા બેટ્સમેન દ્વારા નબળું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આગાએ એ વાતની પણ કબૂલાત કરી હતી કે ટીમ સ્ટ્રાઈક રોટેટ કરી શકી નહીં, પણ છેલ્લી ઘડીએ એક પછી એક વિકેટ ગુમાવી હતી. આ જ કારણથી ભારત સામે પાકિસ્તાન મજબૂત સ્કોર કરી શક્યું નહોતું.

આ પણ વાંચો…IND vs PAK Final: પાક. અધ્યક્ષ ટ્રોફી લઈ ગયા, BCCIનું અલ્ટિમેટમ – ‘તાત્કાલિક પરત કરો’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button